ભરૂચ જિલ્લામાં આમોદનાં ઇખર ગામેથી કોરોના પોઝિટિવનાં ચાર દર્દીઓથી શરૂઆત થઇ હતી અને ત્યારબાદથી ચોથા તબક્કાનાં લોક ડાઉન દરમિયાન જિલ્લામાં ૪૦ જેટલા લોકો કોરોના પોઝિટિવ થયા હતા મૃત્યુઆંક ત્રણ હતો પરંતુ પાંચમા તબક્કાનાં લોક ડાઉનમાં મળેલી છૂટછાટ બાદ લોકો એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં આવતા હવે ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવનાં દર્દીઓમાં વધારો થયો હતો. જિલ્લામાં રોજ પાંચથી આઠ લોકો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર ઝઘડિયા અને જંબુસર મળીને આઠ લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા જ જિલ્લાનું વહીવટી તંત્ર પણ દોડતું થયું હતું. આરોગ્ય વિભાગની ટીમે લોકોનું મેડિકલ તપાસ શરૂ કર્યું હતું ત્યારે આજે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાંથી સાત જેટલા લોકોએ કોરોના વાયરસને હરાવીને સાજા થઈને ઘરે જતા હાજર તબીબોએ તાળીઓનાં ગડગડાટથી તેઓને વિદાય આપી હતી. જયારે ભરૂચ જિલ્લામાં આજે આઠ દર્દીઓ જંબુસર અને જયાબેન મોદી હોસ્પિટલમાં કોરોના વાયરસની સારવાર લેવા માટે પહોંચ્યા હતા. ભરૂચ જિલ્લામાં હમણાં સુધીમાં ફુલ 203 જેટલા લોકો સંક્રમિત થયા છે.
ભરૂચ જિલ્લામાં આજે વધુ ૮ જેટલા લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેને લઇને જિલ્લામાં કુલ 203 લોકો કોરોના પોઝિટિવ થયા હોવાનું જાણવા મળ્યું છે.
Advertisement