Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ભોલાવ ગામ ખાતે રેડ કરી 4 જુગારીયાઓને ભરૂચ સી ડીવીઝન પોલીસે ઝડપી પાડયા.

Share

નાયબ પોલીસ અધિક્ષક એ.પી.ભોજાણી ભરૂચનાઓનાં માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ પર હતા તે દરમ્યાન મળેલ બાતમીનાં આધારે ભરૂચનાં ભોલાવ ગામ ખાતે આવેલ હરિદ્વાર સોસાયટીની પાછળ આવેલા એક ખુલ્લા ખેતરમાં પત્તા-પાનાનો જુગાર રમતાં 4 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ બાબતે ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ-12 મુજબ ગુનો નોંધવામાં આવેલ છે. જુગાર રમતાં ઝડપાયેલ આરોપીઓ પૈકી (1) સોમડ ઉર્ફે ગામડ ધૂળાભાઈ વસાવા (2) જયેશભાઇ રમેશભાઈ પાટણવાડિયા (3) સહિદ કાસમ મન્સૂરી (4) અલ્પેશ સોમાભાઈ વસાવા નાઓને ઝડપી પાડયા હતા. પોલીસે કુલ રૂ.61860 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ આરંભી છે.

Advertisement

Share

Related posts

આમોદ : પરિણીતાએ સાસરિયાઓનાં ત્રાસથી આપઘાત કર્યો.

ProudOfGujarat

કઠલાલમાં પરિણીતાને ફોન પર અજાણ્યા શખ્સે ગાળો બોલતા પોલીસ ફરિયાદ નોંધાઈ

ProudOfGujarat

રાજપીપળાનાં રજપૂત ફળીયામાં આયુર્વેદ ઉકાળાનું વિતરણ પહેલા દિવસે 50 લીટર ઉકાળો વિતરણ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!