Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં પાલેજ નજીક ટ્રકે કારને પાછળથી ટક્કર મારતા કાર આગળ ચાલી રહેલા ટેન્કર પાછળ ઘૂસી જતાં કારમાં સવાર બે વ્યક્તિઓને ઇજાઓ થવા પામી હતી.

Share

નેશનલ હાઇવે નંબર ૪૮ પર ભરૂચનાં પાલેજ નજીક એક ટ્રકે કારને પાછળથી ટક્કર મારતા કાર આગળ ચાલી રહેલા ટેન્કર પાછળ ઘૂસી જતાં કારમાં સવાર બે વ્યક્તિઓને ઇજાઓ થવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદથી સુરત જઇ રહેલા એક પરિવારની કાર પાલેજ ઓવરબ્રિજ ઉપરથી પસાર થઈ રહી હતી તે સમયે પાછળથી આવી રહેલી એક ટ્રક કે જેની જાણકારી પ્રાપ્ત થઈ શકી નથી તે ટ્રકે કારને ટક્કર મારતા કાર આગળ ચાલી રહેલા ટેન્કર પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર પરિવારનાં પાંચ સદસ્યોમાંથી બે સદસ્યોને સામાન્ય ઇજાઓ થતાં ૧૦૮ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતમાં કારનાં આગળનાં ભાગને ખૂબ મોટું નુક્સાન થવા પામ્યું હતું. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. અકસ્માત સંદર્ભે પોલીસ ફરિયાદ વિશે જાણવા મળ્યું નથી.

Advertisement

Share

Related posts

આતંકી હુમલામાં શહીદ થયેલાં જવાનો ને પાલેજ ખાતે મુસ્લિમ સમાજે અંજલિ આપી.

ProudOfGujarat

લાભી ગામે ગ્રામસભામાં રોડ રસ્તા અને આવાસ યોજનાના પ્રશ્નોની ગ્રામજનો દ્વારા રજુઆત

ProudOfGujarat

આણંદના મહુધા પાસે રૂ. 3.70 કરોડની જૂની નોટો વટાવવા જતાં ચાર ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!