Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જીલ્લામાં કોરોનાએ લગાવી 2 સેન્ચ્યુરી,પોઝિટીવનો આંકડો 203 થયો.

Share

સમગ્ર ગુજરાતમાં કોરોના વાઇરસ કાળ બનીને લોકોને કાળનાં મુખમાં ધકેલી આપે છે. દિવસેને દિવસે કોરોના પોઝિટીવ દર્દીઓ સામે આવી રહ્યા છે. છેલ્લાં ગત સપ્તાહથી કોરોના વાયરસે ભરૂચ જીલ્લામાં હાહાકાર મચાવી દીધો છે. રોજનાં રોજ કોરોના પોઝિટીવ કેસો સામે આવી રહ્યા છે અને પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજરોજ ભરૂચ જીલ્લામાં કોરોના પોઝિટીવ કેસની સંખ્યા 203 થઈ છે. કોરોના વાઇરસે ભરૂચ જીલ્લામાં 2 સેન્ચ્યુરી ફટકારી દીધી છે. આજરોજ ભરૂચ જીલ્લામાં વધુ 8 પોઝિટીવ કેસો નોંધાયા છે. જેમાં અંકલેશ્વરમાંથી 2, જંબુસરમાંથી 3, ભરૂચમાંથી 2 અને ઝધડીયામાં 1 કેસ નોંધાયો છે. ભરૂચ જીલ્લામાં કોરોના વાઇરસ કાળ બની સપાટો બોલાવી રહ્યો છે. આવનારા સમયમાં આ સંખ્યા વધે તેવી પણ શકયતા છે. તેથી આરોગ્યતંત્ર પણ ચિંતામાં મુકાઇ ગયું છે.

Advertisement

Share

Related posts

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત વૃદ્ધ લાભાર્થીઓને સહાય અપાઈ.

ProudOfGujarat

વડોદરા રૂરલ એલ.સી.બી પોલીસે કરજણ નજીકથી અઢાર લાખ ઉપરાંતનો દારૂ ઝડપી પાડયો.

ProudOfGujarat

ભરૂચ નગરના આલી પાંજરાપોળ વિસ્તાર માંથી જુગારીયાઓ ઝડપાયા…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!