::-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના જંબુસર કાવી રિંગ રોડ પર આવેલ છાત્રાલય પાસે ટ્રક ચાલકે એક મોટરસાયકલ ને અડફેટે લેતા મોટરસાયકલ સવાર ઇશમ નું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું તેમજ અન્ય એક ઇશમ ઘાયલ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો..અકસ્માત ની ઘટનાના પગલે એક સમયે સ્થળ ઉપર ટ્રાફિક જામ ની સમસ્યા સર્જાઈ હતી..ઘટના અંગે ની જાણ સ્થાનિક પોલીસ મથકે થતા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ ટ્રાફિક ને ખુલ્લો કરી સમગ્ર બનાવ અંગે ગુનો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી….
Advertisement