Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : શ્રી ઇશ્વરસિંહ પટેલનાં જન્મદિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલનાં કોરોના વોરીયરનું પુષ્પવર્ષા કરી બહુમાન કરવામાં આવ્યું.

Share

શ્રી ઇશ્વરસિંહ પટેલનાં જન્મદિવસ નિમિતે સિવિલ હોસ્પિટલનાં કોરોના વોરીયરનું પુષ્પવર્ષા કરી બહુમાન કરવામાં આવ્યું હતું. વિશેષ સફાઈ કામદાર બહેનોને અને નર્સિંગ સ્ટાફને તેઓની કોરોનામાં કામગીરીને બિરદાવી હતી. સિવિલ હોસ્પિટલનાં કોરોના વોર્ડમાં ડ્યુટી કરતા સફાઈ કામદાર બહેનોને સાડી વિતરણ, સેનેટાઇઝર, ફેસ માસ્ક ઇશ્વરસિહ પટેલ હસ્તે અર્પણ કરવામાં આવ્યું.

ઇકબાલ કડીવાલા (વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત નર્સિંગ કાઉન્સીલ), નર્સિંગ એસોસીએશન ભરૂચનાં જીગલબેન પટેલ તથા કમલેશ પરમાર, મોઇન દુઘવાલા દ્વારા ઇશ્વરસિંહ પટેલને ફુલહાર પહેરાવીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી. ઇન્ચાર્જ, સિવિલ સર્જન, ડોક્ટર પટેલ દ્વારા મંત્રીશ્રીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને કોરોના વોરિયરને સન્માનિત કરી તમામ સફાઈ કામદાર બહેનોનો ઉત્સાહ વધારવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મારુતિસિંહ આટોદરિયા (પૂર્વ નગરપાલિકા પ્રમુખ ભરૂચ), સંદિપભાઇ પટેલ (પૂર્વ નગરપાલિકા પ્રમુખ અંકલેશ્વર), પ્રાંત ઓફિસર પ્રજાપતિ સાહેબ, સિવિલ હોસ્પિટલનાં આર.એમ.ઓ. ડોક્ટર એસ.આર.પટેલ, મેટ્રન શ્રી ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

લુણાવાડામાં ગૌરક્ષાદળ અને શિવસેના દ્વારા પોલીસની મદદથી ચાર ગૌવંશને બચાવાયા

ProudOfGujarat

आज ही के दिन स्वतंत्रता सेनानी वीर सावरकर की मृत्यु हुई थी ::: जानिए केसा था उनका जीवन

ProudOfGujarat

સાર્વજનિક હાઇસ્કૂલ કાવીના પટાંગણમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ અને વૃક્ષારોપણનો સંયુક્ત કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!