ભરૂચ જીલ્લામાં કોરોના વાઇરસથી સંક્રમિતો થનારની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. જીલ્લાનું આરોગ્ય તંત્રને ફાફાં પડી ગયા છે. છેલ્લા કેટલાંક દિવસોથી કોરોના વાઈરસથી સંક્રમિત થનારા ભરૂચ અને જંબુસર શહેરનાં લોકોની સંખ્યા વધારે છે. ત્યારે ભરૂચ જીલ્લામાં 24 કલાકમાં 4 લોકોનાં સારવાર દરમ્યાન મોત થવાની ઘટનાને પગલે જીલ્લાનાં લોકોને વિચારતાં કરી મુકાયા છે. એક તરફ આરોગ્ય વિભાગના અધિકારીઓએ માહિતી આપવામાં ગલ્લા તલ્લા કરે છે. અધિકારીઓએ પાસે પૂરતી માહિતી હોતી નથી. ત્યારે જીલ્લાનાં આરોગ્ય ખાતાનાં તબીબો હવે દોડતા થયા છે. ત્યાં કોરોના વાઇરસનાં સંક્રમણનો ખતરો વધતાં લોકોએ જ પોતાની રીતે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી રહી છે. જયારે ભરૂચ જીલ્લામાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા 175 પર પહોંચી છે. ત્યારે જીલ્લામાં 24 કલાકમાં 4 લોકોનાં મોતની ઘટનાએ જીલ્લાનાં લોકોને હચમચાવી મુકયા છે. જેમાં ભરૂચ શહેરનાં શેરપુરાનાં રહીશ 65 વર્ષીય વલી આમદ પટેલનું સારવાર દરમ્યાન મોત થયું છે. જયારે 70 વર્ષીય ઈસ્માઈલ પટેલ કે જેઓ જંબુસરના રહીશ છે તેમનું મોત થયું છે, 65 વર્ષીય લલિતાબેન સુરેશભાઇ રહે.જંબુસર તથા વેડચ પોલીસ મથકનાં પોલીસ કોન્સટેબલ તેઓ એક સપ્તાહમાં ફરજમાંથી વય મર્યાદાને પગલે નિવૃત થવાનાં છે તેવા જગદીશભાઇ સોલંકીનું પણ કોરોના સંક્રમણથી મોત થયું છે. જેને લઈને પોલીસ બેડામાં ફફડાટ છે. જીલ્લામાં મોતનો કુલ આંક 10 પર પહોંચી ગયો છે. ત્યાં બુટલેગર નયન કાયસ્થનાં સંપર્કમાં આવેલ LCB નાં પોલીસ કોન્સટેબલ કનકસિંહ ગઢવીનો રિપોર્ટ પોઝિટીવ આવતા હવે LCB નો પોલીસ સ્ટાફ અને PI ઝાલા હોમ કોરન્ટાઈન થયા છે. આમોદ APMC નાં ડાયરેકટર હસમુખ પટેલનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવતા તેઓ પણ સારવાર લઈ રહ્યા છે. જેમાં હસમુખ પટેલ, ધારા સભ્ય અરૂણસિંહ રણા પણ સંપર્કમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હવે જોવાનું રહ્યું કે આજે કેટલા લોકોનાં રિપોર્ટ પોઝિટીવ આવે છે.
ભરૂચ જીલ્લામાં કુલ 4 લોકોનાં કોરોના સંક્રમણનાં કારણે મોત નિપજતા જીલ્લામાં કોરોના મૃત્યુની સંખ્યા 10 ઉપર પહોંચી છે.
Advertisement