Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં સીતપોણ ગામેથી સાત જુગારિયાઓને રૂ. 82,950 નાં મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

Share

નબીપુર પો.સ.ઇ.આર.એ.બેલીમ તથા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીદાર તરફથી બાતમી મળતા પો.સ.ઇ.આર.એ.બેલીમ તથા નબીપુર પોલીસ સ્ટાફ સાથે સીતપોણ ગામ ખાતે દૂધ ડેરી સ્ટ્રીટમાં ઇલેક્ટ્રીક લાઇટનાં થાંભલાનાં અજવાળે કેટલાક ઇસમો ભેગા થઈ પત્તા-પાનાં વડે પૈસાનો જુગાર રમતા હતા. તે સમયે પોલીસે રેડ કરી સાત શકુનીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલ આરોપીઓમાં (1) અનવરભાઈ રહિમ અબ્દાલ (2) મકાબુલ મુસ્તફા (3) મહેબૂબ ગુલામ દીવાન (4) આસિફબાબુ અબ્દાલ (5) જાકીર અહેમદ દીવાન (6) અહેમદ કરીમ દીવાન (7) ઈમરાન અહેમદશાહ દીવાન નાઓને ઝડપી ત્રણ મોટર સાયકલ કિં.રૂ.60,000, 5 મોબાઈલ, રોકડા 4900 કબ્જે કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

વલસાડ જીલ્લામાં લોકોની ‘સુરક્ષા’ કવચ આપતા પોલીસનો ઠંડી સામે ‘જંગ’એક તરફ દારૂના તસ્કરો બીજી તરફ ટાઢોડું

ProudOfGujarat

અભિનેતા જેસન શાહ, એ.આર. મુરુગાદોસની આગામી ફિલ્મ “16 ઓગસ્ટ 1947” રીલીઝ થશે.

ProudOfGujarat

કમિશન વધારાની માંગ સાથે સી.એન.જી પંપ ધારકોની હડતાળ, ભરૂચમાં પણ પંપ રહ્યા બંધ

ProudOfGujarat
error: Content is protected !!