ભરૂચ રેલવે સ્ટેશન આંબેડકર સ્ટેચ્યુ પાસે રાષ્ટ્રીય મૂળ નિવાસી સંઘ તેમજ ગુજરાત જમીયતે ઉલ્મા એ હિન્દ નાં સંયુક્ત ઉપક્રમે ચીન દેશનાં વિરોધમાં એક પ્રદર્શન બુધવારે યોજવામાં આવ્યું હતું.
જેમાં દેશનાં શહીદ જવાનોનાં માનમાં બે મિનિટ મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય મૂળ નિવાસી સંઘનાં પ્રમુખ મહંમદ હનીફ હાસલોદ, ઉપ પ્રમુખ પરેશ મેહતા, જમીયતે ઉલ્મા એ હિન્દનાં જનરલ સેક્રેટરી અબ્દુલ કૈયુમ પટેલ, મહેશ ભાઈ વાઘેલા, મહાવીર સિંગ તેમજ મોટી સંખ્યામાં યુવા કાર્યકરો રાષ્ટ્ર પ્રેમી યુવાનો ઉપસ્થિત રહી ચીનની વસ્તુઓનો વિરોધ કર્યો હતો.આ પ્રસંગે એક આવેદનપત્ર જિલ્લા કલેકટરશ્રી ભરૂચને સુપરત કર્યું હતું. આવેદનમાં દેશ સામે પડકાર ફેંકી રહેલાં ચીન સામે આર્થિક બહિષ્કાર કરવામાં આવે એવી સરકાર સમક્ષ રજૂઆત કરી હતી.
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ
Advertisement