ભરૂચ મામલતદાર કચેરીની પુરવઠા શાખામાં છેલ્લાં કેટલાય વર્ષોથી રેગ્યુલર વ્યક્તિની જગ્યા ખાલી પડેલ છે અને પુરવઠા શાખામાં નાયબ મામલતદાર પછી કોઈ પણ જવાબદાર વ્યક્તિની નિમણૂક છેલ્લાં કેટલાય વર્ષોથી થતી નથી જેની જગ્યાએ બે-ત્રણ ગેરકાયદેસર રીતે એટલે કે સરકારશ્રીના કોઈપણ ત્રિમાસિક કે અગિયાર માસના કરાર આધારિત પણ નહીં અને મનસ્વી રીતે રખાયેલા યોગ્ય શૈક્ષણિક લાયકાત વગરનાં અને વય મર્યાદા વટાવી ચૂકેલા લોકો આવી મહત્વની જગ્યાઓ ઉપર કામ કરી રહ્યા છે. જે બાબતે ભરૂચની બુદ્ધિજીવી પ્રજામાં અનેક તર્ક-વિતર્ક રહ્યા છે. લોકમુખે થતી ચર્ચા અનુસાર આવા લોકોને ભષ્ટાચાર માટે રખાયા હોય કે જેથી તેમની સરકારશ્રીનાં નીતિ-નિયમોનુસાર હંગામી કે કાયમી ભરતી ન થઈ હોય તેમની સામે પકડાય તોફાન કોઈ ગુન્હો દાખલ ન થઈ શકે. વધુમાં આવા કર્મચારીઓને સરકારશ્રીનાં ધારા-ધોરણ અનુસાર નિમણૂક ન અપાય હોય તેમણે વેતનની ચુકવણી સરકારશ્રીનાં કયા ફંડમાંથી કરવામાં આવે છે? કે કોઈ અન્ય રીતે એમણે પગાર ચૂકવાય છે ? કે પુરવઠા શાખાની કોઈ અલાયદી આવક છે જે આવા લોકોને પોષે છે ? સત્તા અધિકારીઓ કેમ આવું ચલાવી લે છે. જેવા અનેક સવાલો ભરૂચની જનતામાં ચર્ચાય રહ્યા છે.
ભરૂચ મામલતદારની કચેરીની પુરવઠા શાખામાં ફોલ્ડરીયા દ્વારા ભ્રષ્ટાચાર ?
Advertisement