કોરોના વાઇરસની મહામારીએ હાહાકાર મચાવી દીધો છે દરેક લોકોને મોઢે માસ્ક પહેરાવી દીધા છે. લોકોને સામાજીક અંતર જાળવવા મજબૂર કરી દીધા છે. ત્યારે આ મહામારીએ તહેવારોને પણ ગ્રહણ લગાવી દીધું છે. ધાર્મિક તહેવારોની ઉજવણી કરવી મુશ્કેલ બની છે ત્યારે વર્ષોથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા દેશભરમાં નીકળે છે પરંતુ આ વખતે કોરોના વાઇરસની મહામારીએ આ રથયાત્રા કાઢવાની મંજૂરી નહીં મળતા આ વખતે ભરૂચ અંકલેશ્વરમાં ત્રણ જગ્યાએ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની રથયાત્રાને વહીવટી વિભાગે મંજૂરી નહીં આપતા આજે અષાઢી બીજના દિવસે સવારે ભરૂચનાં ફુરજા બંદરે આવેલ ભગવાન જગન્નાથજીનાં મંદિરે સંતો, મહંતો કેટલાંક ભકતો દ્વારા પૂજા આરતી સહિતની વિધિ કરીને મંદિરનાં પટાંગણમાં જ રથ ફેરવીને નગરચર્યાની વિધિ પૂરી કરી હતી. ભરૂચ શહેરની આશ્રય સોસાયટીનાં મંદિરમાં પણ પૂજા પાઠ સહિત ધાર્મિક વિધિ કરવામાં આવી હતી. જયારે અંકલેશ્વર શહેરમાં પણ આવી જ રીતે ભગવાન જગન્નાથજીની પૂજા આરતીનો કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં ત્રણ જગ્યાએ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને મંજૂરી નહીં મળતા આજે ભકતો, મહંતો, સંતોએ મંદિર પરિસરમાં રથ ફેરવી પૂજાપાઠ કરી તમામ વિધિઓ પૂરી કરી હતી.
Advertisement