ભરૂચ જીલ્લામાં કોરોના પોઝિટીવ વ્યક્તિની સંખ્યામાં આજે પણ 10 લોકોનો વધારો થયો છે. ભરૂચ જીલ્લામાં જંબુસર તાલુકો અને શહેરી વિસ્તાર કોરોના વાઇરસને કારણે હોટસ્પોટ બની રહ્યા છે. સૌથી વધુ જો કોરોનાનું સંક્રમણ વધ્યું છે તો તે જંબુસર શહેરમાં 40 થી વધુ લોકો કોરોનાથી સંક્રમણ થયાં છે. જયારે આજે વધુ એક વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થયો હોવાનો રિપોર્ટ જંબુસરનાં આરોગ્ય વિભાગને મળતા તેઓ દોડતા થયા છે. જંબુસર શહેરમાં કોરોનાનાં સંક્રમિત લોકોની સંખ્યા વધતાં અહીં સ્પેશિયલ કોવિડ-19 હોસ્પિટલ બનાવવાની માંગણી ધારાસભ્ય સંજય સોલંકી દ્વારા જીલ્લા કલેકટર અને રાજયનાં આરોગ્ય મંત્રી તેમજ કોંગ્રેસનાં રાષ્ટ્રીય અગ્રણી અહેમદભાઈ પટેલ સુધી કરી છે. ત્યાં જ આજે ભરૂચ શહેરમાં પણ 9 જેટલા લોકોનો કોરોના પોઝિટીવ થયા હોવાનો રિપોર્ટ આવ્યો છે. જેમાં GNFC અને GACL કંપનીનાં 4 કર્મચારીઓ છે જયારે મકતમપુર ઝાડેશ્વર રોડ ઉપર આવેલ નિજધામ સોસાયટીનાં દરજી પરિવારનાં પાંચ લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યા છે. જેમાં 66 વર્ષીય પ્રેમલતા દરજી, પાયલ દરજી- ઉં.35, ભાવનેશ -ઉં.45, પરીબેન -ઉં.12, તથા નિસર્ગ-ઉં.13 નો રિપોર્ટ પોઝિટીવ આવતા જીલ્લાનું આરોગ્યતંત્ર દોડતું થઈ ગયું છે. જીલ્લામાં શક્તિનાથ નજીકનો એક શાકભાજીવાળાનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો હોવાનું બહાર આવતા હવે આ શાકભાજીવાળા કયા વેપારી પાસેથી શાકભાજી લાવ્યો હતો, તે કોના સંપર્કમાં આવ્યો છે તે બાબતની ટ્રાવેલ હિસ્ટ્રી કાઢવામાં આવી રહી છે. જયારે ભરૂચ જીલ્લામાં કુલ આજે 10 સંક્રમિતો મળીને 161 ઉપર આંકડો પહોંચી ગયો છે.
ભરૂચમાં આજે વધુ 10 કેસ કોરોના પોઝિટીવ આવતા જીલ્લામાં કોરોનાનાં આંક 161 ઉપર પહોંચી ગયો છે જેમાં સંક્રમિત થનારા લોકો કોઈકનાં સંપર્કમાં આવી ચેપ ગ્રસ્ત થયા હોવાનું બહાર આવ્યું છે.
Advertisement