Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં આજે કુલ ૧૪ જેટલા લોકો કોરોના પોઝિટિવ થતાં જિલ્લામાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 128 પર પહોંચી હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

Share

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસનાં દર્દીઓમાં છેલ્લા ૧૫ થી ૨૦ દિવસથી એકાએક વધારો જોવા મળી રહ્યો છે. જિલ્લા બહારથી આવતા લોકો દ્વારા આરોગ્ય તપાસ નહીં કરાવતા અંતે મળેલી વિગતોને આધારે આરોગ્ય તપાસ કરવામાં આવતા આવા અસંખ્ય લોકો કોરોના પોઝિટિવ થયા છે. ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં રોજ પાંચથી આઠ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે. હજુ ગઈ કાલે જે નવ જેટલા લોકો જંબુસર શહેરમાં કોરોના સંક્રમિત થતાં વોર્ડ નંબર પાંચને સંક્રમિત વિસ્તાર જાહેર કરી બંધ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે કે આજે ફરી 14 જેટલા કોરોના પોઝિટિવની વિગતો બહાર આવી છે. જેમાં જંબુસર શહેરનાં રહે. એવા કુરેશી અકબર ગોરી, જહીર રુસ્તમ મલેક, અનવર મન્સૂરી, ઇસ્માઇલ પટેલ, નેકી ઈમરાન મુસ્તફા, સુગરા રહિમ મસ્તાની, મસની ઇમરાન મજીદ, મસની કુરેશી મજીદ,મૈનુદ્દીન ઈમાદુદ્દીન સૈયદ જંબુસર બાયપાસ રોડ ઉપર મોના પાર્કમાં રહેતા પટેલ બીબીબેન હસનભાઈનાં રિપોર્ટ પોઝિટિવ આવતાં તેઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઝઘડિયા રાજપારડી ખાતે રહેતા ડોક્ટર શૈલેષ દોશી અને ભરૂચનાં મામલતદાર કચેરી નજીક આવેલ શિવકૃપા સોસાયટીમાં રહેતા મોદી મયુર રાજેશ, વેજલપુરમાં રહેતા ઝવેરી અબ્દુલ અઝીઝ, તેમજ અંકુર હોસ્પિટલનાં તબીબનાં પત્ની મીરાબેન મયંકભાઇનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તેઓને પણ જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તેમનાં તમામનાં પરિવારજનોને આઇસોલેશન વોર્ડમાં ચકાસણી માટે લઈ જવામાં આવ્યા છે. તમામ રહેવાસીઓનાં ઘર નજીક સંક્રમિત વિસ્તાર જાહેર કરી દેવામાં આવ્યો છે. જયારે ભરૂચ જિલ્લામાં કુલ કેસની સંખ્યા ૧૨૮ પહોંચી ગઈ છે.

Advertisement

Share

Related posts

નડીયાદમાં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે તિરંગા યાત્રા યોજાઇ.

ProudOfGujarat

માંડવી એસ.ટી ડેપોનો અંધેર વહીવટ : ટીકીટ કાઢવાનું મશીન નહીં હોવાના બહાને ભડકુવા -રાજપરા વિદ્યાર્થી રૂટ રદ કર્યો.

ProudOfGujarat

માંગરોળ : કોસાડી ગામે વેચેલી પીકઅપ ગાડીના લોન હપ્તા નહીં ભરવા બાબતે પૂછપરછ કરતી મહિલાને વાળ પકડી ચાર ઈસમોએ ઢોર માર માર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!