ભરૂચ જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી કોરોના વધી રહ્યા છે. જેમાં પણ જંબુસર અને ભરૂચમાં એક પછી એક કોરોનાનાં દર્દીઓ બહાર આવી રહ્યા છે. ત્યારે આજરોજ જંબુસર પંથકમાં વુડલેન્ડ નવ જેટલા દર્દીઓ એક જ વોર્ડ વિસ્તારમાંથી મળી આવ્યા હતા એક સાથે નવ જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવતા તાલુકાનું આરોગ્ય તંત્ર નગરપાલિકામાં આરોગ્ય તંત્ર તેમજ જિલ્લા કલેકટર જંબુસર ખાતે દોડી ગયા હતા. જ્યારે કે જંબુસર પંથકના એક આખા વિસ્તારને કન્ટેન્મેન્ટ એરીયા જાહેર કરી દેવામાં આવ્યો હતો. જ્યારે ભરૂચ શહેરમાં પણ ચાર જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા હોવાનું બહાર આવ્યું હતું. જોકે તેમની ટ્રાવેલ્સ ચેક કરવામાં આવી રહી છે જ્યારે અંકલેશ્વરનાં દીવા ગામ અને ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામના એક તબીબને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં હડકંપ મચ્યો છે. જિલ્લામાં કુલ આજે 14 લોકો કોરોનાથી સંક્રમિત થયા હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે કે જિલ્લામાં કુલ સંખ્યા 115 ઉપર પહોંચી ગઇ છે જેને લઇને જિલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે. સાથે સાથે વહીવટીતંત્ર માટે પણ આ પડકારરૂપ સમાન સાબિત થઇ રહ્યું છે.
ભરૂચ જિલ્લામાં આજે કુલ 14 જેટલા કોરોના પોઝિટિવ દર્દી મળી આવતા જિલ્લામાં હડકંપ મચી ગયો છે અને જિલ્લામાં કુલ સંક્રમિત થનારની સંખ્યા 115 ઉપર પહોંચી જતા આરોગ્ય શાખા માટે પડકાર ઊભો થઈ ગયો છે.
Advertisement