Proud of Gujarat
FeaturedGujaratINDIA

ન્યુઝ 18 નાં એન્કર દ્વારા હઝરત ખ્વાઝા ગરીબ નવાઝ વિશે અભદ્ર ટિપ્પણી કરતાં અંકલેશ્વરનાં મુસ્લિમ સમાજનાં આગેવાનો દ્વારા શહેર પોલીસ મથકે પીઆઇ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Share

ન્યુઝ 18 નાં એન્કર અમિશ દેવગન દ્વારા હઝરત ખ્વાઝા ગરીબ નવાઝ વિશે અભદ્ર ટિપ્પણી કરી જે શબ્દોમાં કહી શકાય તેમ પણ નથી, ખવાઝા ગરીબ નવાઝએ એકતાનાં પ્રતીક છે જેમને દેશ તેમજ દુનિયાનાં લોકોની આસ્થા તેમની સાથે જોડાઈ હોવાથી દરેક સમાજનાં લોકોમાં રોષ છે. જે સંદર્ભે આજરોજ અંકલેશ્વરનાં મુસ્લિમ સમાજનાં આગેવાનો દ્વારા એન્કર, ચેનલનાં માલિક તેમજ ડિબેટમાં શામિલ તમામ લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી ફરિયાદ સાથે શહેર પોલીસ મથકે પીઆઇ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું. જે પ્રસંગે આગેવાનો પૈકી સિકંદર ફળવાલા, એડવોકેટ રઇસ સૂફી, વસીમ ફળવાલા, મૌલાના ગુલરેઝ, ફારૂક શેખ, અરશદ કાદરી, કાલુ મલેક, અકરમ પઠાણ, પરવેઝ લાકડાવાળા, અઝમલ મલેક, વગેરે હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

નડિયાદનાં ઠાસરાના ગામમાં પતિએ આડા સંબંધનો વ્હેમ રાખી પત્નીને પેટમાં ચપ્પુ મારી દેતાં નોંધાઈ પોલીસ ફરિયાદ

ProudOfGujarat

ભરૂચ એલ સી બી પોલીસે કરગટ ગામની સીમમાં ફાર્મહાઉસમાંથી ચોરાયેલ બોરવેલના લોખંડના ઓજારોને વેચાણ લેનાર આરોપીને ઝડપી પાડયો…

ProudOfGujarat

ઝધડીયા તાલુકાનાં ખરચી ગામે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!