ભરૂચમાં કોરોના વાઇરસની દેશ વ્યાપી મહામારીને પગલે ભરૂચનાં મહંમદપુરામાં આવેલ APMC ને સોશિયલ ડિસ્ટન્સ નથી જળવાતું, સંક્રમણ વધશે જેવી વાતો ફેલાવીને APMC નાં ચેરમેન અને ધારા સભ્ય અરૂણસિંહ રણાએ જીલ્લાનાં વહીવટ અધિકારીઓ થકી મહંમદપુરાનું APMC બંધ કરાવીને વર્ષોથી બંધ એવાં વડદલા APMC ને અપૂરતી સુવિધા હોવા છતાં ચાલુ કરાવી મોટું રાજકારણ રમી નાંખવામાં આવ્યું હતું. ખંડેર થાય તે પહેલા લાખોની દુકાનોમાં વેપાર વેપાર થાય તેવી ચાલ રમીને ત્યાં સોશિયલ ડિસ્ટન્સ અને કોરોના વાઇરસની મહામારીમાં સંક્રમણનાં ખતરાનાં નામે કેટલાંક મીડિયામાં અહેવાલો પ્રસારિત કરીને મહંમદપુરાની APMC બંધ કરાવી દીધી જેને લઈને હાલ 400 વેપારી પૈકી 100 થી 120 વેપારીઓ જ નવી APMC માં ધંધો કરી રહ્યા છે. ત્યારે આ નવી વડદલા APMC માં ભાવ પણ વધારે હોવાની લારીઓવાળાની બુમ છે. ત્યારે હાલ જૂની APMC બંધ થતાં હજારો મજદૂરો બેકાર થઈ ગયા છે. ખેડૂતો અને વેપારીઓનો લાખો રૂપિયાનો માલ બગડી રહ્યો છે. ત્યાં આજે ખેડૂત અગ્રણી અરવિંદ રણા સહિતનાં અગ્રણીઓ, મજૂરો, ખેડૂતો, વેપારીઓ દ્વારા આજે ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચીને રજૂઆત કરી હતી કે હજારો મજૂરો બેરોજગાર બની ગયા છે. ખેડૂતોને માલ મોકલવામાં મુશ્કેલી છે. વેપારીઓ જ્યાં ત્યાં બેલી ધંધો કરવા મજબૂર છે ત્યારે રાજકારણ સાઈડ પર મૂકીને આ લોકોનાં હિતમાં તાત્કાલિક ધોરણે જૂની APMC શરૂ કરવામાં આવે તેવી માંગણી કરી હતી.
ભરૂચનાં મહંમદપુરા ખાતે આવેલ APMC ને શરૂ કરવાની માંગણી કરવા મજૂરો, વેપારીઓ અને ખેડૂત અગ્રણીઓ જીલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી રજૂઆત કરી.
Advertisement