Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના મક્તમપુર ખાતે આવેલી નવસારી કૃષિ મહાવિદ્યાલય ખાતે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ રાજ્યમાં પરવાનગી વિના ચાલતી કૃષિયુનિવર્સિટીઓને બંધ કરવાની માંગ સાથે કલેકટર કચેરી સુધી મૌન રેલી યોજવામાં આવી હતી…

Share

:-ભરૂચના મકતમપુર ખાતે આવેલી નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય સાથે સંકળાયેલ કૃષિ મહાવિદ્યાલયના કેમ્પસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા ગુજરાતમાં ચાલતી ખાનગી કૃષિ યુનિવર્સિટીઓ બંધ કરાવવા મોન રેલી કાઢી કલેકટર  ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી…
ઓલ ઇન્ડિયા એગ્રીકલ્ચરલ સ્ટુડન્ટ એસોસિએશનના  વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાત રાજયમાં ચાલતી ખાનગી કૃષિ કોલેજો જેવી કે રાય યુનિવર્સિટી,પારૂલ યુનિવર્સિટી,મારવાડી યુનિવર્સિટી, તથા આરતી યુનિવર્સિટી જે પોતાની કોલેજોમાં માન્યતા વિના એગ્રીકલ્ચર ભણાવી રહ્યા છે. ઉચ્ચ શિક્ષણ કમિશનર દ્વારા તેમને ચેતવણી આપવા છતાં પોતાની કોલેજો ચાલુ રાખી છે.
જોકે ગુજરાતની દરેક કૃષિ યુનિવર્સિટીમાં એકજ કોર્ષ ભણવામાં આવે છે અને એકજ સરખું પેપર પણ લેવામાં આવે છે.જેથી દરેક વિદ્યાર્થી એક લેવલમાં રહે છે.અને જે લોકોને અહીંની યુનિવર્સિટીમાં એડમિશન નથી મળતું ને કે મેરીટ લિસ્ટમાં નથી આવતા તેવા વિદ્યાર્થીઓ ખાનગી કોલેજોમાં એડમિશન લે છે અને ત્યાં કોઈ મેરીટ નથી.જેથી અધિકૃત વિદ્યાર્થીઓને અન્યાય થઇ રહ્યો છે એવા આક્ષેપો સાથે આજ રોજ મકતમપુર ની નવસારી  કૃષિ યુનિવર્સિટીના  કલેકટર કચેરી સુધી મૌન રેલી યોજી આવેદન પત્ર વિદ્યાર્થીઓ એ પાઠવી રજુઆત કરી હતી…..

Advertisement

Share

Related posts

કોરોનાનું સંક્રમણ વધતાં માંગરોળ મામલતદાર કચેરીમાં કામગીરી બંધ કરાઇ.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાનાં ચારણી ગામે ખેડૂત સંવાદ યોજાયો…

ProudOfGujarat

ભરૂચ : ઇખર ગામની સીમમાં આવેલ ખેતરમાં DGVCL નું ડી.પી તોડી ચોરીની ઘટનાને અંજામ અપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!