દેશની નામાંકિત ન્યુઝ ચેનલ “ન્યુઝ-18 ઈન્ડિયાનાં આર પાર મે આજ સબસે નઇ બહસ” નામની ડિબેટમાં ચેનલને એન્કર અમિશ દેવગન તેમજ ડીબેટમાં હાજર સુધાંસુ ત્રિવેદી, મોલના અલી કાદરી નાઓ ડિબેટમાં હાજર રહી ચર્ચા કરતાં હતા. જેમાં એન્કર અમિશ દેવગન દ્વારા આ દેશની કૌમી એકતાનાં માટે જંગ વિખ્યાત સૂફી સંત જેમનામાં દરેક ધર્મનાં લોકો આસ્થા ધરાવે છે. તેવા અજમેરનાં હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી વિષે જે તુચ્છ શબ્દો પ્રયોગ કરતાં દેશભરનાં મુસ્લિમ બિરાદરોની ધાર્મિક લાગણી દુભાઈ છે. દેશભરનાં જ નહીં દુનિયાનાં લાખો કરોડો ધર્મપ્રેમીઓની આસ્થાને લાગણીને દુભાવનારા એન્કર અમીશ દેવગનનાં ઉચ્ચરણા સામે આક્રોશ ફાટી નીકળ્યો છે. જેને લઈ તેની સામે વિવિધ પોલીસ મથકોમાં FIR દાખલ કરવામાં આવી રહી છે. જયારે આજ ન્યુઝ ચેનલ સામે ભરૂચ શહેર જીલ્લાનાં તમામ મુસ્લિમ સમાજ વતી ભરૂચ શહેરનાં એ ડીવીઝન પોલીસ મથકમાં સમીશ દેવગન સહિત ચેનલનાં માલિક સામે ડિબેટમાં ભાગ લેનારા તમામ લોકો સામે દેશમાં કૌમી વેમ નશ્યા ઊભું કરવા દેશમાં કોમવાદી વાતાવરણ ઊભું કરવા ધાર્મિક લાગણી દુભાવનારા સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરીને જવાબદારો સામે કડકમાં કડક પગલાં ભરવાની માંગણી કરી છે.
મુસ્લિમ સમાજની લાગણી દુભાવનાર ન્યુઝ-18 ચેનલનાં એન્કર સહિત ડિબેટમાં ભાગ લેનારા તમામ સામે ભરૂચ શહેરનાં જાગૃત મુસ્લિમ યુવાનો દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવાની રજૂઆત કરી છે.
Advertisement