Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં આજે વધુ પાંચ જેટલા કોરોના પોઝિટીવનાં કેસ આવ્યા કુલ સંખ્યા 98 પર પહોંચી.

Share

ભરૂચ જીલ્લામાં દિવસે-દિવસે કોરોના વાઇરસથી સંક્રમિત થનારા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગઇકાલે 9 જેટલા લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનો રિપોર્ટ આવ્યો હતો. જેમાં જંબુસર શહેર અને તાલુકાનાં એક મળી 9 લોકોનો રિપોર્ટ પોઝિટીવ આવતા જ જીલ્લાનાં લોકોમાં હડકંપ મચી ગયો હતો. જયારે જીલ્લામાં આજે વધુ પાંચ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયા હોવાનો રિપોર્ટ આવ્યો છે. જેમાં જંબુસરમાં વધુ બે લોકોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જયારે ભરૂચ શહેરમાં ત્રણનાં રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. જેમાં નંદેલાવની બુસા સોસાયટીમાં એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટીવ આવ્યા હતા. જ્યારે ઝાડેશ્વર ગામની સમૃદ્ધિ બંગ્લોઝ અને સ્વપ્ન સૃષ્ટિ સોસાયટીમાં એક એક વ્યક્તિમાં કોરોના પોઝિટીવ આવતા જીલ્લાનું આરોગ્યતંત્ર દોડતું થઈ ગયું હતું. જયારે આજે જીલ્લામાં કુલ પાંચ લોકોનાં રિપોર્ટ પોઝિટીવ આવતા જીલ્લામાં કુલ 98 લોકો સંક્રમિત થયા હોવાનો આંકડો આવ્યો છે. જયારે આમોદનાં આછોદ ગામનાં યુવાનને વડોદરા ગોત્રી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો તે યુવાનનું સારવાર દરમ્યાન મોત થયું હતું. જયારે જીલ્લામાં મૃત્યુ આંક 6 ઉપર પહોંચી ગયો છે.

Advertisement

Share

Related posts

છોટાઉદેપુરનાં સંખેડા ખાતેથી જિલ્લા કક્ષાનો વંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

જમ્મુ-શ્રીનગર હાઈવે પર ભૂસ્ખલન થતાં અમરનાથ યાત્રા ફરી અટકી, વાહન વ્યવહાર ખોરવાયો

ProudOfGujarat

ભરૂચ : “જી -૨૦ જન ભાગીદારી” કાર્યક્રમ અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ખાતે રંગોલી કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!