ભરૂચ શહેર જીલ્લામાં આજથી CCTV કેમેરા થકી જીલ્લામાં વાહન ચાલકો RTO નાં નિયમોનો ભંગ કરશે તો ઇ મેમો ઘરે આવી જશે.
ભરૂચ શહેરનાં વિવિધ પોઈન્ટ પર 358 CCTV અને NPR કેમેરા લગાવવામાં આવ્યા છે એના થકી આ કેમેરામાં જો તમે હેલ્મેટ વિના ઝડપાયા, ટ્રિપલ સવારીમાં હશે તો, સીટ બેલ્ટ નહીં પહેરો તો અને મોબાઈલ ફોન ઉપર વાત કરશો તો, નો પાર્કિંગમાં વાહન ઊભું રાખશો તો તમને તમારી ગાડીના ફોટા સાથે ઇ મેમો ઘરે પહોંચી જશે. આજથી તેનો અમલ શરૂ થયો છે. કેટલીક જગ્યા પર વાહન ચાલકો પોલીસને હાથે RTO નાં નિયમોનો ભંગ કરતાં પણ ઝડપાયા હતા.
Advertisement