ભારત સરકારની નામાંકિત ટેલિફોન ડેટા આપતી કંપની ભારત સંચાર નિગમ લિમિટેડની નબીપુર ખાતે તારીખ 20/5/2020 થી સેવાઓ ખોરંભે પડી છે જેના લીધે નબીપુરની પ્રજાને ઘણું સહન કરવું પડે છે. જેમ કે બેંક ઓફ બરોડા અને પોસ્ટ ઓફિસની સેવાઓ ખોટખાઇ જતા નબીપૂર તથા તેને લગતા આસપાસના ગામોની પ્રજાને ઘણું સહન કરવું પડે છે.
સાથોસાથ આ સેવા આપનાર અધિકારીઓ અને ગ્રાહકો વચ્ચે ઉગ્ર શાબ્દિક બોલાચાલી પણ થાય છે આ અંગેની રજૂઆત વારંવાર BSNL ની ભરૂચ ખાતે જિલ્લાકક્ષાની ઓફિસે રજૂઆત કરતા જવાબદાર અધિકારીઓ ગાંધીજીના ત્રણ પૂતળાની માફક બેહરા મૂંગા અને આંધળા બની જાય છે. સાથોસાથ નબીપૂર ટેલિફોન એકસચેન્જમાં કોઈ જવાબદાર વ્યક્તિ નથી તો ગ્રાહકો પણ ત્રાહીમામ પોકારી ગયા છે.એક તરફ ભારતનાં માનનીય વડાપ્રધાન શ્રી ભારતની જનતાને સ્વનિર્ભર બનાવવા માટે હાકલ કરે છે અને બીજી તરફ સરકારી કંપની બીએસએનએલ પોતાના ગ્રાહકોને વિદેશી નિર્ભર બનાવવા જઇ રહી છે તો આમાં BSNL ની શું મરજી છે તે લોકોને સમજાતું નથી. BSNL પોતાની લાઈનનાં ફોનનું કાયમી ધોરણે નિરાકરણ લાવે અને પ્રજાની હાડમારી દૂર થાય તેવા પ્રયત્ન કરે એવી લોકોની ઈચ્છા છે.
ભરૂચ : ટેલિફોન ડેટા આપતી કંપની BSNL નો ખોરંભે પડેલ અણઘડ વહીવટ.
Advertisement