Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં માથાભારે બુટલેગર નયન કાયસ્થને ભરૂચનાં ગોલ્ડન બ્રિજ નજીક એલ.સી.બી. પોલીસે ઝડપી લીધો હતો.

Share

ભરૂચનાં કુખ્યાત માથાભારે બુટલેગર નયન ઉર્ફે નયન બોબડાનાઓ જાહેરમાં વિદેશી દારૂ વેચવા માટે પકડાયેલા છે. તે વારંવાર વિદેશી દારૂ વેચતાં ઝડપાયો હતો જયારે છેલ્લાં કેટલાક સમયથી બે થી ચાર ગુનામાં નાસતો ફરતો હતો ત્યાં ભરૂચ LCB પોલીસને પાકી બાતમી મળી કે સુરત તરફથી કારમાં નયન કાયસ્થ આવી રહ્યો છે તેવી બાતમીને આધારે ભરૂચ LCB પોલીસ ઝાલા તથા PSI બરંડા સહિત સ્ટાફનાં માણસોએ ભરૂચનાં ગોલ્ડન બ્રિજ નજીક વોચ ગોઠવી હતી. આ દરમ્યાન હ્યુન્ડાઇ કાર લઈને આવતા તેને રોકી તપાસ કરતાં તે નયન કાયસ્થ હોવાનું જાણતા જ પોલીસે તેને દબોચી લીધો હતો. જયારે નયન કાયસ્થ ભરૂચ જીલ્લાનાં વિવિધ પોલીસ મથકનાં 4 ગુનામાં વોન્ટેડ છે અને પોલીસ તેને શોધી રહી હતી. ત્યાં જ નયન બોબડો ઝડપાયો હતો તેને ભરૂચ સી ડીવીઝન પોલીસ મથકમાં લાવવામાં આવ્યો છે ત્યારે તેની સામે જો તડીપારનો હુકમ થયો હોત તો પછી તેને જીલ્લામાં પ્રવેશ કેવી રીતે કર્યો તે મોટો પ્રશ્ન છે. જયારે LCB પોલીસનાં પી.આઇ એ પણ આ મામલે કોઈ જ ખુલાસો નહીં કરતાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.

Advertisement

Share

Related posts

આમોદ તાલુકાના ઇખર ગામની એમ. એમ. હાઈસ્કુલનું ગૌરવ.

ProudOfGujarat

નેત્રંગ જીઆરડીનું પસઁ ખોવતા ગરીબ મહિલાએ પરત કયુઁ.

ProudOfGujarat

વડોદરા : ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના બ્રિજની કામગીરી માટે રાજ્ય સરકારે 100 કરોડ ફાળવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!