Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લાના જાગેશ્વર ગામે આવેલા મીઠી તલાઇ આશ્રમના નાના મહારાજ ની હત્યા પ્રકરણ માં ભરૂચ પોલીસ ને મોટી સફળતા મળી હતી જેમાં હત્યાના આરોપી દંપતિ ની વારાણસી થી ધરપકડ કરવામાં આવતા હત્યા કાંડ માં ચોકવનારા ખુલાસા સામે આવ્યા હતા…

Share

:-વાગરા તાલુકાના જાગેશ્વર ગામે આવેલા મીઠી તલાઇ આશ્રમ ના નાના મહારાજ દયાનંદ સ્વામીની હત્યા કરી તેમના મૃતદેહ ને ધાબળામાં વીંટાળી તેમનાજ રૂમના પલંગ ના ખાનામાં સંતાડી દેવાનો કારસો ગત ૩૧ મી જુન ના રોજ પ્રકાશ માં આવ્યો હતો..ઘટના માં આશ્રમ માં છેલ્લા એક સપ્તાહ ઉપરાંત થી રોકાયેલા દંપતિ હેમંત ઉર્ફે વીરેન્દ્ર શર્મા તેમજ જ્યોતિ ઉર્ફે જયશ્રી ઉર્ફે રાધિકા હેમંત શર્મા શંકા ના ડાયરા માં હોય પોલીસે ઘટના બાદ થી ફરાર થયેલ દંપતીને શોધવા માટેના ચક્રોગતિમાન કર્યા હતા દરમિયાન દંપતિ વારાણસી માં સંતાયેલા હોવાનું પોલીસને માલુમ પડતા પોલીસે વારાણસી થી તેઓની ધરપકડ કરી છે…
પ્રાથમિક તપાસમાં દંપતીએ જણાવ્યું હતું કે ૨૯ મી જૂન ના રોજ રાત્રીના ૯ વાગ્યે નાના મહારાજ દયાનંદ સ્વામીએ વીરેન્દ્ર ને સામાન ખરીદવાના બહાને આશ્રમ માંથી બહાર કાઢ્યા બાદ જ્યોતિ ઉર્ફે જયશ્રી સાથે બળજબરી કરવાની કોશિશ કરતા જ્યોતિએ આવેશ માં આવી જઇ તેના માથામાં લાકડાનો દંડો મારી દેતા તે બેભાન થઇ ગયો હતો જે બાદ વીરેન્દ્ર પરત આવતા જ્યોતિએ તેને ઘટનાની જાણ કરતા દંપતીએ તેમના મૃતદેહ ને પલંગ માં સંતાડી નાશી ગયા હોવાનું તેમણે કબુલ્યું હતું….

Advertisement

Share

Related posts

સુરત : જીએસટી માં વધારો થતાં લિંબાયત વિસ્તારનાં ખાતેદારો હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

પાલેજ રેલવે સ્ટેશન વિસ્તારનું ATM કેશ અને સિક્યુરિટી વિનાનું. ગ્રાહકો પરેશાન…

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ઓર્ગેનિક કેરીની માંગ વધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!