ભરૂચ જીલ્લામાં આજે વધુ ચાર લોકોને કોરોના પોઝિટીવનો રિપોર્ટ આવતા જીલ્લાનું આરોગ્ય તંત્ર ફરી દોડતું થયું છે. ત્યારે આજે 4 કોરોના પોઝિટીવ દર્દીઓમાં ભોલાવ ગામની હરિદ્વાર સોસાયટીમાં રહેતા નરેન્દ્ર રમણભાઈ સોલંકી ઉ.વર્ષ 32 નાઓ તા.11-6-2020 નાં રોજ યુનિયન બેંકમાં નોકરી પર ગયા હતા. નરેન્દ્રભાઈ સોલંકી બેંકમાં પટાવાળા તરીકે નોકરી કરે છે. તેમને તાવ આવતાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવવા ગયા હતા ત્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા તેઓને તાત્કાલિક ધોરણે જયાબેન મોદી હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જયારે તેમના પરિવારજનો અને સંપર્કમાં આવનાર તમામ લોકોને હોમ કોરન્ટાઈન કરી મેડિકલ તપાસ શરૂ કરી છે. જયારે અંકલેશ્વર તાલુકાનાં ભાદી ગામનાં ગોવા ટેકરી ખાતે રહેતા અને આંગણવાડી કેન્દ્રમાં તેડાગર તરીકે કામ કરતાં કંચનબેન જયંતિભાઈ વસાવાનાઓ બીમાર હતા જેમાં થોડા દિવસ અગાઉ તેઓનું મેડિકલ ચેકઅપ થયું હતું જેમાં આજે તેઓનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવતાં તેઓને તાત્કાલિક ધોરણે 108 મારફતે જયાબેન મોદી કોવીડ-19 હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જયારે તેમના વિસ્તારમાં મેડિકલ ટીમ ઉતારી આરોગ્ય તપાસ શરૂ કરી છે. જયારે તેમના સંપર્કમાં આવનાર લોકોને હોમ કોરન્ટાઈન કરવામાં આવનાર છે. જયારે ત્રીજા કેસમાં મૂળ નેત્રંગનાં શ્રીજી ફળિયામાં રહેતા અને વાલિયાનાં ડહેલી આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ભાવેશભાઈ ઇશ્વરભાઇ પટેલ નાઓ ડહેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મલ્ટી પપસૅ હેલ્થવકૅસ તરીકે ફરજ બજાવે છે. તેઓ કોઈક સંક્રમિત દર્દીનાં સંપર્કમાં આવતા તેઓ પણ સંક્રમિત થયા હોવાથી તેમનું રૂટિન ચેકઅપમાં કોરોના પોઝિટીવ રિપોર્ટ આવ્યો હતો. જોકે તેઓ પોતાના ઘરે કેટલાય દિવસથી આવ્યા નથી છતાં તકેદારીનાં ભાગરૂપે નેત્રંગ ખાતે શ્રીજી ફળિયામાં આરોગ્ય વિભાગની ટીમ ઉતરી છે. તેમના પરિવારજનોની આરોગ્ય તપાસ શરૂ કરી છે. તેમજ તેઓ કોના કોના સંપર્કમાં આવ્યા હતા તેમની તપાસ હાથ ધરી છે. તેમજ ચોથા કેસમાં ગતરોજ પોઝીટીવ આવેલ પિયુષ શ્રીવાસ્તવનો 18 વર્ષીય પુત્ર પણ કોરોના સંક્રમિત છે જે મલ્હાર ગ્રીન સિટીમાં રહે છે. તેઓનું આખું પરિવાર અમદાવાદ ગયું હોવાથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળેલ છે. આજનાં 4 કેસ મળી જીલ્લામાં કુલ 77 કેસ થયા છે. હાલ લોકોની આરોગ્ય તપાસ થઈ રહી છે.
ભરૂચ જીલ્લામાં આજે વધુ 4 કોરોના પોઝિટીવ કેસો આવતાં જીલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું થયું હતું.
Advertisement