કોરોના વાયરસની મહામારી સામે લોકો લડી રહ્યા છે ત્યારે લોક ડાઉન દરમિયાન તમામ કામ ધંધા બંધ થઈ જતા લોકોને ત્રણ મહિના સુધી ભારે આર્થિક સંકડામણ અનુભવી છે. ત્યારે હાલ લોકો પાસે પોતાના ઘર ખર્ચ સિવાય કોઈ રૂપિયા નથી ત્યારે શાળાઓમાંથી માર્ચ, એપ્રિલ, મે અને હવે જૂન મહિનાની ફી ની માંગણી કરવામાં આવી રહી છે. શાળાઓમાંથી પહેલા ફોન કરવામાં આવતા હતા, મેસેજ કરવામાં આવતા હતા. જ્યારે હવે તો શાળાઓ ફી માંગે તો રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તેવી જાહેરાત કરવામાં આવી છે કે આવી શાળાઓ સામે કડક પગલાં ભરવામાં આવશે. રાજ્યનાં મુખ્યમંત્રી રૂપાણી દ્વારા આ મામલે શાળાઓ હાલ ફી નહી ઉઘરાવે તેવી સ્પષ્ટ સૂચના અને નિર્દેશ આપ્યો હોવા છતાં ભરૂચ જિલ્લાની નામાંકિત શાળાઓ દ્વારા હવે આ કામ બેન્કોને સોંપી દીધું હોય તેવું લાગે છે. કેમ કે છેલ્લા કેટલાક દિવસોથી બેંકોમાંથી વાલીઓના નંબર ઉપર શાળાઓની ફી ભરી જવા જેવા મેસેજ કરવામાં આવી રહ્યા છે, ફોન કરવામાં આવી રહ્યા હોવાનું વાલીઓ આજે જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે અમે શાળાનું ત્રણ મહિનાથી અમારા બાળકોએ કોઈ ઉપયોગ કર્યો નથી તેમ છતાંની ઊઘરાણી કરવામાં આવે છે તેમજ બેન્કો દ્વારા દબાણ કરવામાં આવે છે તે ખરેખર ખોટું છે અને જેના કારણે તો હેરાન પરેશાન થઇ રહયા હોવાનું જણાવી આવી શાળાઓ સામે પગલાં ભરવામાં આવે એવી માંગણી વાલીઓ દ્વારા કરવામાં આવી હતી. સાથે એનએસયુઆઇના પ્રમુખ યોગેશ પટેલ દ્વારા પણ રાજ્યના મુખ્યમંત્રીને આ બાબતે જાણ કરતાં કહ્યું હતું કે જિલ્લાની આ શાળાઓ રાજ્યના મુખ્યમંત્રીની વાત પણ માનવા તૈયાર નથી તેવી શાળાઓ સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી હતી.
ભરૂચ જીલ્લાની નામાંકિત શાળાઓ હવે બેંકનાં માધ્યમ દ્વારા ફોન કરી તેમજ મેસેજ કરી વાલીઓને ફી ની ઉઘરાણી કરતા કંટાળેલા વાલીઓએ એનએસયુઆઇ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત ફરિયાદ કરી.
Advertisement