Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાનાં શુકલતીર્થ ગામ ખાતે માછીમાર અને ગામલોકો માટે ખતરો બનનાર મહાકાય મગરને ઝડપી લેતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.

Share

ભરૂચ જિલ્લાનાં નર્મદા નદીના કિનારે છેલ્લા કેટલાક વર્ષોથી મગરો દ્વારા વસવાટ કરવામાં આવી રહ્યો છે જેને લઇને અવારનવાર મગરો દ્વારા પશુઓ પર અને નર્મદા નદીમાં જતા લોકો પર હુમલો કરવાની ભૂતકાળમાં ઘટના ઘટી છે. ત્યારે આ વર્ષે પણ અનેક જગ્યાએ તવરા, શુક્લતીર્થ, જનોર, ભાલો,દ તરસાલી જેવા ગામોમાં નર્મદા નદીમાં અને રેતીના પટમાં મગરો દેખાયાં હોવાની ફરિયાદ વનવિભાગને કરવામાં આવી હતી. જેમાં પાંજરા મૂકીને કેટલાક મગરો ઝડપી લેવામાં આવ્યા હતા. ત્યાં ગઈકાલે ભરૂચનાં તવરા શુકલતીર્થનાં નર્મદા નદીનાં કિનારે પાણી પીતા શ્વાનને મગર પાણીમાં ખેંચી ગયો હોવાની ઘટના બાદ ગ્રામજનોમાં ફફડાટ હતો જેને લઇને શુકલતીર્થ ગામના લોકોએ વનવિભાગને જાણ કરી હતી અને વનવિભાગ દ્વારા પાંજરુ મૂકાયું હતું. સાથે સાથે આજે ગામલોકો સાથે મળી મગરને ઝડપી લેવા માટે નર્મદા નદીમાં જાળ નાંખીને મગરને ઝડપી લેવા માટે પ્રયાસો કરવામાં આવતા મગર જાળમાં ફસાઈ જતા અને ઝડપાઇ જતાં તેને વનવિભાગ દ્વારા ટ્રેક્ટરમાં મૂકી સલામત સ્થળે છોડવા માટે લઈ જવામાં આવતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ : ઝાડેશ્વર કોઠી ફળિયાના 15 થી વધુ ઝૂંપડામાં લાગી આગ.

ProudOfGujarat

ભરુચ નર્મદા મૈયા બ્રીજ પર થી યુવતીએ લગાવી છલાંગ…નાવિકોએ બચાવી જાન

ProudOfGujarat

ભરૂચ : અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે દિવ્યાંગ બાળકો માટે ચામડીના રોગોના ચેકઅપ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!