ભરૂચ જિલ્લામાં એક પછી એક કોરોના પોઝિટિવ દર્દીઓ આવી રહ્યા છે ત્યારે હાલ તો જિલ્લા બહારથી આવેલા લોકો કોઇના કોઇ વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ તો સંક્રમિત થતાં હોવાનું ગઇકાલે ૭ કેસ બાદ આજે વધુ 5 જેટલા કેસો બહાર આવતા જિલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જેમાં આજે ભરૂચનાં નંદેલાવ ગામ પાસે આવેલ મલ્હાર ગ્રીન સોસાયટીમાં રહેતા અને જી.એ.આઈ.એલ કંપનીમાં કામ કરતાં ૫૦ વર્ષીય પિયુષ શ્રીવાસ્તવ તેમની પત્ની રચનાબેન અને તેમની દીકરી સંસ્કૃતિ કે જો હાલ અમદાવાદ ગયા હતા અને ત્યાંથી વડોદરા ગયા બાદ કોરોના પોઝિટિવ વ્યક્તિનાં સંપર્કમાં આવતા તેઓ સંક્રમિત થયા હતા. તેઓની આરોગ્ય તપાસમાં આજે તેઓને કોરોના પોઝિટિવ થતાં એક જ પરિવારનાં ત્રણ વ્યક્તિને તાત્કાલિક ધોરણે જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ વાગરા તાલુકાનાં પીપળીયા ગામ ખાતે રહેતા ૨૩ વર્ષના સુહેલ સુલેમાન ઘાંચી અને તેનો 20 વર્ષીય ભાઈ સમીર ધાંચીનાઓ સુરત ખાતે કામ અર્થે ગયા હતા અને લગ્નમાં હાજરી આપી હતી. સુરત ખાતે જાન લઈને જતા તેઓ ત્યાં સંક્રમિત વ્યક્તિનાં સંપર્કમાં આવતાં સંક્રમિત થયા હતા જેને લઇને તેઓના મેડિકલ રિપોર્ટમાં કોરોના પોઝિટિવ આવતા તેઓને પણ ભરૂચની જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ગઇકાલે આમોદનાં વાવડી ફળિયામાં રહેતા ૫૮ વર્ષીય મહેબૂબ અલી પટેલને હૃદયરોગનો હુમલો આવતાં તેઓનું ગઈકાલે મોત થયું હતુ જેઓનો આરોગ્ય તપાસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે કોરોનાની સારવાર મળે તે પહેલાં જ મહેબુબભાઇ પટેલનું મોત નીપજ્યું હતું. જિલ્લામાં કુલ પાંચ લોકોના મોત થયા છે. હમણાં સુધીમાં જ્યારે જિલ્લામાં કોરોનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા 73 ઉપર પહોંચી ગઇ છે. જ્યારે આજરોજ અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલમાંથી ચાર જેટલા એસ.આર.પી જવાનોએ કોરોના વાયરસને હરાવીને જંગ જીતી જતા સારા થઈ જતાં તેઓને તાળીયોનાં ગડગડાટ સાથે વિદાય આપવામાં આવી હતી.
ભરૂચ જિલ્લામાં આજે વધુ પાંચ કોરોના પોઝિટિવ દર્દીઓ બહાર આવતાં જિલ્લામાં કુલ 73 જેટલા લોકો કોરોના પોઝિટિવ થયા છે ત્યારે ગઈકાલે એક વ્યક્તિનું મોત થતાં મૃત્યુઆંક પાંચ ઉપર પહોંચી ગયો છે.
Advertisement