ભરૂચ જિલ્લામાં લોક ડાઉન દરમિયાન કોરોના વાયરસ નિયંત્રણમાં હતો અને જેને લઇને જિલ્લાના લોકોને નિશ્ચિતપણે રહેતા હતા. પરંતુ ચોથા તબક્કાનાં લોક ડાઉન બાદ પાંચમા તબક્કાના લોક ડાઉન દરમિયાન મળેલી છૂટને પગલે લોકો જિલ્લાઓમાં એકબીજાથી મળવાનું શરૂ કર્યું રેડ ઝોનમાંથી લોકો આવતા ભરૂચ જિલ્લો ફરી સંક્રમિત થવાનું શરૂ થયું. ભરૂચ જિલ્લામાં હમણાં સુધીમાં ચાર લોકોના મોત થઈ ગયા છે, જ્યારે હમણાં સુધી 10 દિવસ પહેલા સંક્રમિત લોકોની સંખ્યા ૪૦ હતી પરંતુ છેલ્લા દસ દિવસમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા લોકોની સંખ્યા 28 સુધી પહોંચી ગઈ છે. જેમાં આજે સાત જેટલા લોકો કે જેવો સંક્રમિત દર્દીઓથી મળીને આવ્યા હતા તેવા લોકો સંક્રમિત થયા છે.જેમાં હાંસોટમાં 3, આમોદમાં 2, અંકલેશ્વરમાં 1 અને ભરૂચમાં 1 આરોપી સંક્રમિત થતા જિલ્લાનું વહીવટી તંત્રના આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું હતું.ભરૂચ જિલ્લાના બી ડિવિઝન પોલીસ મથકને સેનેટાઈઝર કરવામાં આવ્યું હતું. હાંસોટના જે ગામમાંથી ત્રણ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા તે વિસ્તારને પણ સંક્રમિત જાહેર કરી ત્યાંના લોકોને આરોગ્ય તપાસ કરી કોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. આમ ભરૂચ જિલ્લામાં આજે સંક્રમિત થનારા લોકોની સંખ્યા 68 ઉપર પહોંચી ગઇ છે.
ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસનો બોમ્બ ફૂટયો છે સાત જેટલા લોકો સંક્રમિત થઈને આવતા ભરૂચ જિલ્લામાં આરોગ્ય ખાતુ અને વહીવટી તંત્ર દોડતું થઇ ગયું છે.
Advertisement