ગુજરાતભરમાં તેમજ ભરૂચ જીલ્લામાં છેલ્લાં કેટલાંક મહિનાથી લોકડાઉન ચાલી રહ્યું છે તેમ છતાં ભરૂચ જીલ્લામાં દેશી-વિદેશી દારૂ પોલીસ દ્વારા ઝડપાયાનાં અનેક કિસ્સા પ્રકાશમાં આવતા જ રહ્યા છે. હાલ ભરૂચ એ ડીવીઝન પોલીસે લિંક રોડ પર આવેલ શ્રદ્ધા સોસાયટીનાં રહેણાક મકાનમાંથી વિદેશી દારૂ ઝડપી પાડયો છે. ભરૂચ એ ડીવીઝન પો.સ્ટે.નાં ઈન્સ્પેકટર એ.કે.ભરવાડઓના માર્ગદર્શન હેઠળ જીલ્લા પ્રોહી. જુગારની બંદીઓને ડામવા તાબાના અધિકારી/પોલીસ માણસોનું અલગ-અલગ ગઠન કરવામાં આવ્યું હતું. આજરોજ જયારે ભરૂચ શહેર એ ડીવીઝન પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમ ભરૂચ શહેરમાં પ્રોહી જુગારનાં કેસો શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન મળેલ બાતમીનાં આધારે ભરૂચમાં લિંક રોડ પર આવેલ શ્રદ્ધા સોસાયટીનાં મકાન નં.-6 નાં રહેણાક મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડયો છે અને કાયદેસરની કાર્યવાહી તથા આગળની તપાસની કાર્યવાહી આરંભી છે. આ વિદેશી દારૂનાં કેસમાં પકડાયેલ આરોપી કંદર્પભાઈ નરેશભાઇ પરમારની અટકાયત કરી છે અને તેની પાસેથી વિદેશી દારૂ કિંમત રૂ.11,020 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી કરવાની કવાયત હાથ ધરી છે.
ભરૂચ શહેરની શ્રદ્ધા સોસાયટીનાં એક મકાનમાંથી વિદેશી દારૂ સાથે બુટલેગરને પોલીસે ઝડપી લઇ ૧૧ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
Advertisement