Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં મકતમપુર ઝાડેશ્વર રોડ ઉપર આઈનોક્ષ સિનેમાની સામે વીજ ડીપીમાં શોર્ટ સર્કિટ થતાં આગનાં કારણે આજુબાજુનાં વિસ્તારમાં દોડધામ મચી હતી.

Share

આજરોજ ભરૂચ અને અંકલેશ્વર પંથકમાં સવારથી જ વરસાદનાં અમી છાંટણા શરૂ થયા છે ઠંડો પવન અને વરસાદનાં કારણે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો ત્યારે ભરૂચનાં મકતમપુર ઝાડેશ્વર રોડ ઉપર આવેલ આઈનોક્ષ સિનેમા સામેનાં શોપિંગ સેન્ટરમાં ડીજીવીસીએલ દ્વારા મુકવામાં આવેલ વીજ ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થતા ફટાકડા જેવાં ધડાકા થયા હતા અને આગનાં તણખા ઝરતા આજુબાજુનાં વિસ્તારોમાં અફડાતફડી મચી હતી. લોકોએ પોતાના વીજ ઉપકરણો બંધ કરવાની ફરજ પડી હતી જ્યારે આ ઘટનાની જાણ થતાં વીજ કંપનીના કર્મચારીઓ દોડી આવ્યા હતા અને વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યું હતું. લગભગ એક-બે કલાકની જહેમત બાદ સમારકામ કરવામાં આવતા વીજ પુરવઠો ફરીથી શરૂ થયો હતો.

Advertisement

Share

Related posts

વડોદરા જિલ્લાનાં કરજણ જુના બજાર વલિનગરી મેદાનેથી પ.પૂ. માન્ય કાશીરામ સાહેબની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય રેલી આયોજિત કરાઇ હતી.

ProudOfGujarat

નેત્રંગ તા.પંચાયતમાં વૃક્ષારોપણ કરાયું, ટીડીઓ અલ્પના નાયર તા.પંચાયતના સત્તાધીશોએ વૃક્ષો જતન કરવાના સંકલ્પો કર્યો.

ProudOfGujarat

ઝઘડિયા : ઉમલ્લા પોલીસ મથકનો TRB પોલીસ જવાન લાંચ લેતા રંગેહાથ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!