ભરૂચ જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના વાયરસથી સંક્રમિત થતાં લોકોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. ચાર લોક ડાઉન દરમિયાન નિયંત્રણમાં રહેલા કોરોના વાયરસનાં આંકડાઓમાં છેલ્લા 15 દિવસમાં એકાએક વધારો નોંધાયો હતો. એસ.આર.પી.ના જવાનો તેમજ ભરૂચ જિલ્લાનાં બહારથી આવેલા લોકોનાં આરોગ્ય તપાસમાં કોરોના વાયરસથી સંક્રમિત થયા હોવાનું બહાર આવ્યું છે, ત્યારે આજે વધુ બે લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જેમાં ભરૂચ શહેરનાં નંદેલાવ રોડ ઉપર આવેલ સરદાર નગર સોસાયટીમાં રહેતા યુવાનની આરોગ્ય તપાસમાં એને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો બીજી તરફ શહેરની અલંકાર રો હાઉસમાં રહેતી એક મહિલાનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જયારે ભરૂચ જિલ્લામાં હાલ ૧૯ જેટલા લોકો જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જ્યારે જિલ્લામાં કુલ ૫૯ લોકો સંક્રમિત થયા છે.
Advertisement