ભરૂચ જિલ્લાનાં દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં તારીખ ૩ જૂનના રોજ વિસ્ફોટ સાથે આગ ફાટી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટાંકી ફાટવાની ઘટનાનો ધડાકો અને ધૂમાડો ભાવનગરના ઘોઘા બંદર સુધી લોકોએ અનુભવ્યો હતો લગભગ લખીગામ અને લુવારા ગામને ખાલી કરવાની ફરજ પડી હતી. 10 કિલોમીટરની રેન્જમાં આ ધડાકો સંભળાયો હતો ધુમાડો ફેલાયો હતો. ત્યારે આ મામલે વાયુ પ્રદૂષણ, જળ પ્રદૂષણ અને જમીન પ્રદુષણ થયું હોવાને મામલે તેમજ આજુબાજુના ગામ લોકોને પણ કંપનીના ઝેરી રસાયણોથી હોવાથી નુકસાન થવાનો અંદાજ હોવાથી આ મામલે સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને એક ફરિયાદ આપવામાં આવી હતી. જેમાં દાવો દાખલ કરવામાં આવતા એનજીટી દ્વારા આ દાવાના ભાગરૂપે યશસ્વી રસાયણ કંપનીને પ્રદૂષણ મામલે 25 કરોડ રૂપિયા કોર્ટમાં જમા કરાવવાનો હુકમ કરવામાં આવ્યો છે સાથે સાથે હેલ્થ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને એક નિવૃત્ત જજની સમિતિ બનાવીને આ મામલે તપાસ કરવાનો હુકમ કરવામાં આવેલ છે.
ભરૂચ જિલ્લા દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં ઘટેલી દુર્ઘટનાં મામલે સમસ્ત જિલ્લા માછીમાર સમાજ દ્વારા એનજીટીમાં ફરિયાદ આપતા એનજીટી દ્વારા કંપનીને રૂપિયા 25 કરોડ કોર્ટમાં જમા કરાવવાનો હુકમ કરી એક તપાસ સમિતિની રચના કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
Advertisement