ભરૂચ જિલ્લામાં આવેલ વાગરા દહેજ ખાતેની યશસ્વી રસાયણિક કંપનીમાં ઘટેલી દુર્ધટનામાં 10 લોકોના મોત થયા હતા. ૫૦ થી વધુ લોકો ગંભીર ઘાયલ થયા હતા ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી કે યશસ્વી રસાયણ કંપનીમાં દુર્ઘટનામાં 10 લોકોના મોત બતાવવામાં આવી રહ્યો છે તે આંકડો ખોટો હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સાડા નવથી ૧૧ વાગ્યા દરમિયાન કંપનીમાં 200 કરતાં પણ વધુ કામદારો કામ કરી રહ્યા હતા બે ટેન્કર ચાલક હતા, તેમજ અન્ય કામદારો પણ કામ કરી રહ્યા હતા ત્યારે જે ધડાકો થયો હતો તેમાં અસંખ્ય લોકોને ગંભીર ઈજા પહોંચી હતી તો મોતનો આંક ૧૦ કેમ જોકે કંપની અને અધિકારીઓ મૃત્યુઆંક વધુ હોવાથી તેને છૂપાવી રહ્યાનો આક્ષેપ કર્યો હતો. સાથે આ મામલે સીસીટીવી કેમેરાનાં ફૂટેજ ચેક કરવાની માંગણી કરી હતી, જવાબદાર અધિકારીઓ સામે પોલીસ મથકમાં ગુનો દાખલ કરવાની માંગણી કરી હતી, સાથે સાથે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નવો કોલ્ડ સ્ટોરેજ રૂમ બનાવવાની માંગણી પણ કરી હતી.
ભરૂચ જિલ્લામાં આજરોજ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને દહેજની ઘટના અંગે ફરી તપાસ કરી જવાબદાર સામે પગલાં ભરવા સહિત સિવિલ હોસ્પિટલમાં નવો કોલ્ડ સ્ટોરેજ રૂમ બનાવવાની માંગણી કરી હતી.
Advertisement