હાલમાં ચાલી રહેલા પાંચમાં તબક્કાનું લોકડાઉન અને કોરોના જેવી મહામારીમાં વિદ્યાર્થીઓનાં હિટ માટે લગતા અધિકારીઓ, કમિશનરો અને રાજકીય વિચારધારાઓથી મુકેલા કુલપતિનાં સૂચનો લેવા કરતા જે સમાજ, વિદ્યાર્થીઓ, શિક્ષણ સાથે જોડાયેલા હોય એવા ગુજરાત રાજ્યનાં તમામ અધ્યાપકો, પ્રિન્સિપાલો તમામ વહીવટી કર્મચારીઓ અને વિદ્યાર્થીઓનાં મત આપે સૂચનો લઈ પરીક્ષા તેમજ નવું શૈક્ષણિક સત્ર કઈ રીતે આગળ વધારવું તેની સલાહ લઈને કામ કરો અને ફરીથી વિદ્યાર્થીઓનાં હિતમાં યોગ્ય નિર્ણય લેવાની માંગ કરી હતી. લોકડાઉન 5 માં વેપારીઓ, ખેડૂતો અને શ્રમિકો તેમજ મધ્યમ વર્ગના લોકો માટે યોગ્ય નિર્ણય લઈ શકી નથી. ત્યારે સરકારે અમુક સેમેસ્ટરનાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે તે ખુબ સારી બાબત છે. પરંતુ સેમેસ્ટર 2, 4 અને 6 નાં વિદ્યાર્થીઓને કોરોના થશે અને છેલ્લા વર્ષનાં વિદ્યાર્થીઓને કોરોના નહિ થાય આવી બાબતોને સરકાર કઈ રીતે સરકાર આગળ વધારી રહી છે. હજુ સુધી કોરોના જેવી મહામારી શાંત થઈ નથી એવામાં સરકારે વિદ્યાર્થીઓનાં સ્વાસ્થ્યને લઈ યોગ્ય વિચારણા કરી ફરીથી યોગ્ય નિર્ણય લેવા જોઈએ એવી માંગ પણ કરી હતી.
નેશનલ સ્ટુડન્ટસ યુનિયન ઓફ ઇન્ડિયા દ્વારા વિદ્યાર્થીઓનાં સ્વાસ્થ્યને લઈને યોગ્ય વિચારણા કરવા આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.
Advertisement