Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચમાં આજે વધુ એક કોરોના સંક્રમિતનો કેસ મળી આવતાં જિલ્લામાં કુલ 55 લોકો સંક્રમિત થયા છે અને ચાર લોકોના મોત થયા હોવાની વિગતો મળી છે.

Share

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસનાં દર્દીઓ છેલ્લા એક જ સપ્તાહમાં દિનપ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. જેમાં પણ સ્થાનિક લોકો નહીં પરંતુ અમદાવાદ, સુરત, મુંબઈ સહિત રાજ્ય બહારથી આવેલા આવેલા લોકો સંક્રમિત થઇને આવતા તેઓના મેડિકલ રિપોર્ટમાં પણ પોઝિટિવ આવતા જિલ્લાના વહીવટી તંત્રના આરોગ્ય તંત્રને દોડધામ કરવી પડે છે. જેમાં ઝાડેશ્વર આર.કે.હેબીટેડમાં રહેતા અમદાવાદ ખાતે પોતાના પુત્રને લેવા માટે ગયેલા ડીજીવીસીએલના નાયબ એન્જિનિયર એવા વિનોદ શાહ અમદાવાદ તેમના પુત્રને લઈને આવ્યા બાદ તેઓને છેલ્લા 2-3 દિવસથી શરદી-ખાંસીનાં લક્ષણો જણાતા ગતરોજ સેમ્પલ આપ્યા હતા. જેનો રિપોર્ટ કરાવવામાં આવતા તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેને લઇને જિલ્લાના આરોગ્ય તંત્રને જાણ કરતાં જ તેઓને જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કે તેમના પરિવારજનોની આરોગ્ય તપાસ શરૂ કરી છે તેઓ જેની સાથે મળ્યા હતા તેમની પણ આરોગ્ય તપાસ શરૂ કરવામાં આવી છે જ્યારે કે હાલ તો ભરૂચ જિલ્લામાં કુલ 55 લોકો કોરોના સંક્રમિત થયા છે અને ચાર લોકોના મોત થયા છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા ટાઉન પો.સ્ટે.ને અડીને આવેલી બે બેંકો બહાર ગંભીર ટ્રાફિક સમસ્યાથી લોકો ત્રાહિમામ.

ProudOfGujarat

આછોદ ગામ ખાતે મગર પાંજરે પુરાતા લોકોમાં હાસકારા ની લાગણી થઈ

ProudOfGujarat

ભરૂચ આર ટી ઓ કચેરી ખાતે ભ્રષ્ટાચાર ચરમસીમા એ પહોંચ્યો હોય તેમ એજન્ટો ખુલ્લેઆમ કામગીરી કરતા નજરે પડ્યા હતા.તેમજ દ્રાઇવર થી લઇ અન્ય કેટલાક તત્વો આર ટી ઓ ને પોતાની કમાણી નું સાધન બનાવી લૂંટ ચલાવતા હોય તેમ સ્પષ્ટ પણે કેમેરા માં કેદ થયા હતા….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!