ભરૂચ શહેરમાં મંગળવારના રોજ પાંચબત્તી વિસ્તારમાં વીજ લાઈનો સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું જેમાં પાંચબત્તી ખાતે ૬૬ કેવીના પાવર સપ્લાય પૂરું પાડતાં. અંદર ગ્રાઉન્ડ કેબલમાં વીજ ફોલ્ટ સર્જાયો હતો. જેને લઇને સવારે સાત વાગ્યાથી લઈને આજે સવારે સાત વાગ્યા સુધી ફોલ્ટ નહીં મળતા શહેરના પશ્ચિમ વિસ્તારના 25 હજાર કરતા પણ વધુ લોકો 24 કલાક સુધી ગરમીમાં શેકાયા હતા. અસંખ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ન હોવાના કારણે સૌથી કફોડી હાલત નવજાત બાળકો નાના બાળકો અને વૃદ્ધોને થઈ હતી. તેમજ લોકોના મોબાઈલ ના બેટરી પણ પૂરી થઇ ગયા હોવા નહીં વિગતો બહાર આવી છે. ભરૂચ શહેરમાં જેટકો પાવર સપ્લાય દ્વારા અંદર ગ્રાઉન્ડ વાયર થકી વીજ પૂરવઠો પૂરો પાડવામાં આવે છે. જોકે અંડર ગ્રાઉન્ડ કેબલ માં પ્રથમ વખત આ ફોલ્ટ સર્જાયો છે. જેટકો ના અધિકારીઓ અને કર્મચારીઓ છેલ્લા ૨૪ કલાકથી વીજ ફોલ્ટ શોધવામાં દોડધામ કરી રહ્યા હતા. જોકે 24 કલાક થયા છતાં વીજ કંપનીના અધિકારીઓ વીજ ફોલ્ટ શોધવામાં નિષ્ફળ ગયા હતા હાલ આ લખાય છે ત્યારે બપોરના ૩ વાગ્યા સુધીમાં વીજ પુરવઠો યથાવત થઇ જશે. તેવું વીજ કંપની તરફથી મળેલી માહિતી મુજબ ભરૂચ શહેરમાં અંડરગ્રાઉન્ડ કેબલ ફોલ્ટ શહેરના સિવિલ હોસ્પિટલ રોડ ઉપર આવેલ નગરપાલિકા સામે થયો છે. જે ફોલ્ટ મળી જતા હાલ તો આ ફોલ્ડર રીપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બપોરના ૩ વાગ્યા સુધીમાં સિવિલ હોસ્પિટલ નજીક થયેલા ફોલ્ટ ને રીપેરીંગ કામ કરી શહેરમાં ફરીથી વીજ પુરવઠો યથાવત કરી દેવામાં આવશે એવું જણાવ્યું હતું.
ભરૂચ શહેરમાં નગરપાલિકા નજીક અંડરગ્રાઉન્ડ કેબલમાં ગઈ કાલના સવારે ૭:૪૦ કલાકે વીજ પુરવઠા માં ફોલ્ટ થતા ૨૪ કલાક થઈ ગયા બાદ પણ વીજ પૂરવઠો ન મળતા કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહિમામ
Advertisement