ભરૂચ જિલ્લામાં જિલ્લા બહારથી આવતા અને જેમાં પણ રેડ જોન છે. તેવા અમદાવાદ સુરત બરોડા મુંબઈ સહિત રાજ્ય બહારના લોકો જ્યારે ભરૂચમાં આવે છે. ત્યારે તમને હોમ corentin તેમના આરોગ્ય ખાતા દ્વારા ન લેવામાં આવતા મોટા ભાગમાં એક-બે પોઝીટીવ હોય છે. જ્યારે આજરોજ ભરૂચ જિલ્લામાં બહારથી આવેલા લોકો પૈકી ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ નો એક વ્યક્તિ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભરૂચના મકતમપુર રોડ પર આવેલ જ્યોતિ નગરમાં આવેલ એક વ્યક્તિ નો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. અને જંબુસર બાયપાસ રોડ ઉપર આવેલ એક સોસાયટીમાં રહેતા વ્યક્તિ નો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા આ તમામ વિસ્તારોને સંક્રમિત વિસ્તાર જાહેર કરી આ ત્રણે લોકોને તાત્કાલિક ધોરણે જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ગઈકાલે ચાર જેટલા એસ.આર.પી જવાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આજે વધુ ત્રણ લોકો નો રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓ 47 થયા છે. હાલ અજુ પણ અસંખ્ય લોકો ના રિપોર્ટ આવવાના બાકી છે. જોકે મોટાભાગના લોકો ઘરમાં જ રહેવા ની સૂચના આપવામાં આવી છે.
ભરૂચ જિલ્લામાં વધુ ત્રણ લોકો ના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા આવતા જિલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે
Advertisement