:-ભરૂચના મકતમપુર ખાતે આવેલી નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય સાથે સંકળાયેલ કૃષિ મહાવિદ્યાલયના કેમ્પસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા ગુજરાતમાં ચાલતી ખાનગી કૃષિ યુનિવર્સિટીઓ બંધ કરાવવા વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ઓલ ઇન્ડિયા એગ્રીકલ્ચરલ સ્ટુડન્ટ એસોસિએશનના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાત રાજયમાં ચાલતી ખાનગી કૃષિ કોલેજો જેવી કે રાય યુનિવર્સિટી,પારૂલ યુનિવર્સિટી,મારવાડી યુનિવર્સિટી, તથા આરતી યુનિવર્સિટી જે પોતાની કોલેજોમાં માન્યતા વિના એગ્રીકલ્ચર ભણાવી રહ્યા છે. ઉચ્ચ શિક્ષણ કમિશનર દ્વારા તેમને ચેતવણી આપવા છતાં પોતાની કોલેજો ચાલુ રાખી છે.
જોકે ગુજરાતની દરેક કૃષિ યુનિવર્સિટીમાં એકજ કોર્ષ ભણવામાં આવે છે અને એકજ સરખું પેપર પણ લેવામાં આવે છે.જેથી દરેક વિદ્યાર્થી એક લેવલમાં રહે છે.અને જે લોકોને અહીંની યુનિવર્સિટીમાં એડમિશન નથી મળતું ને કે મેરીટ લિસ્ટમાં નથી આવતા તેવા વિદ્યાર્થીઓ ખાનગી કોલેજોમાં એડમિશન લે છે અને ત્યાં કોઈ મેરીટ નથી.જેવા આક્ષેપો સાથે આજ રોજ મકતમપુર ની નવસારી કૃષિ યુનિવર્સિટીના કેમ્પર્સ વિદ્યાર્થીઓએ ભેગા થઇ હાથ બેનરો લઈ ભારે સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો અને અચોક્કસ મુદ્દત ની હડતાળ પર ઉતર્યા હતા.સાથે જ આવતી કાલે કલેકટર કચેરી સુધી મૌન રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવશે તેમ જણાવ્યું હતું……