::-આજ રોજ ભરૂચ ના ભોલાવ વિસ્તારમાં આવેલ એસ ટી નિગમના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ પડતર માંગણીઓ ને લઇ વિરોધ નો સુર ઉઠાવ્યો હતો..વર્ગ ૧ થી ચાર સુધીના તમામ અધિકારીઓ કર્મચારીઓને સાત માં પગાર પંચનો લાભ જાન્યુઆરી ૨૦૧૬ થી મળે તેમજ ડ્રાઈવર તેમજ કંડકટર ને વર્ગ ત્રણ ની કક્ષા માં આવતા હોય તે મુજબ નો પગાર ધોરણ તેમજ અન્ય મળવા પાત્ર તમામ લાભો આપવામાં આવે તેવી માંગ કરી હતી….
આ ઉપરાંત કિલોમીટર પુરા થઇ ગયા હોય તેવા વાહનોને સંચાલન માં ચલાવવામાં ન આવે..બસોમાં કિલોમીટરની જે મર્યાદા બાંધવામાં આવી છે તેના થી વધુનો લક્ષ્યાંક આપવામાં ન આવે અને તે બાબતે કર્મચારીઓને કોઈ પણ બાબત ની સજા કરવામાં ન આવે તે સહિત ની ૧૫ થી વધુ પડતર માંગણીઓ સાથે આજ રોજ પોતાના કાર્ય દરમિયાન અધિકારીઓ તેમજ કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું..કર્મચારીઓ સોમવારે અને મંગળવાર તેમજ બુધવારે પણ કાળી પટ્ટી લગાવી ને વિરોધ નોંધાવશે અને આગામી ૧૩ મી અને ૧૪ મી ઓગસ્ટ ના રોજ એસ ટી નિગમ ખાતે સુત્રોચાર નો કાર્યક્રમ તેમજ ૨૦ મી અને ૨૧ મી ઓગસ્ટ ના રોજ સરકાર તથા નિગમ ના મેનેજમેન્ટ ને સદબુધ્ધિ આવે તે માટે રામધૂન નો પણ કાર્યક્રમ યોજવામાં આવશે તેમ જણાવ્યું હતું………