આખા વિશ્વમાં કોરોનાને લઈને માનવ જીવન ગંભીર પરિસ્થિતિ તરફ જઈ રહેલ છે, આપણા ભારત દેશની લોકડાઉન પછી જે પરિસ્થિતિથી આપણે સૌ જાણકાર છે, પાછલા બે મહિનાથી લોકો પોતાના પરિવાર સાથે ઘરોમાં વિના ધંધા-રોજગાર બેઠા છે. આપણે જાણીએ છીએ આપણા દેશની ૮૦ ટકા ગરીબ મજુરની મોટી સંખ્યા છે, કોરોનાને લઈને લોક ડાઉન પછી રોજગાર વગર પોતાના પરિવાર ચલાવવુ પણ મુશ્કેલીમાં છે, આવા સમયે આપણા સરકારને નૈતિક ફરજ સમજીને દેશના ગરીબ મજદુર પરિવારો સાથે દેશના માધ્યમવર્ગી પરિવારોને બે મહિનાનું લાઈટ બીલ સાથે હાઉસ ટેક્સ અને પાણી વેરો માફીમાં મદદરૂપ થવા ભરૂચ જિલ્લાનાં સામાજિક કાર્યકર એવા અબ્દુલ કામથી દ્વારા, ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અને ભરૂચ જિલ્લા નગર પાલિકાને ભરૂચ જિલ્લાનાં ૧ વર્ષનાં તમામ પ્રકારનાં હાઉસટેક્સમાં માફી આપવા માટે અને ભરૂચ જિલ્લા D.G.V.C.L ખાતાને છેલ્લાં ૨ મહિનાનાં લાઈટ બિલમાંથી માફ કરવામાં આવે, એ બાબતે આજરોજ ૨૨-૦૫-૨૦૨૦ ને શુક્રવારનાં દિવસે આવેદનપત્ર પાઠવ્યું હતુ.
કર મુક્તિ (ઘર વેરો) અને પાણી વેરો સાથે વીજબિલ માફ કરવા બાબતે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખિતમાં રજુઆત કરી.
Advertisement