Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આઝાદ ભારતનાં પ્રથમ વડાપ્રધાન ચાચા નહેરુ અને ભારત રત્ન એવા પંડિત જવાહરલાલ નહેરુની ૫૬ મી પુણ્યતિથિ નિમિત્તે જિલ્લા કોંગ્રેસનાં અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ આપી હતી.

Share

આઝાદ ભારતનાં પ્રથમ વડાપ્રધાન દેશભરના તો નહીં પણ વિદેશનાં બાળકો માટે પણ ચાચા નહેરુ તરીકે જાણીતા તેમજ ભારત રત્ન અને આઝાદીના લડવૈયા એવા દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની આજે 56 મી પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે તેઓને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલ સિંહ રણા, પાલિકાનાં વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, દિનેશ અડવાણી, હેમેન્દ્ર કોઠી વાલા, અરવિંદ દોરાવાલા સહિતનાં કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા કોંગ્રેસ કાર્યાલયમાં પંડિત જવાહરલાલ નહેરુની તસ્વીરને પુષ્પમાળા પહેરાવવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ અંગે જિલ્લા પ્રમુખ પરિમલ સિંહ રાણાએ જણાવ્યું હતું કે આઝાદીના લડવૈયા એવા ભારત રત્ન અને પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની કુરબાનીઓને કદી પણ ભૂલી શકાય તેમ નથી. તેમણે આઝાદીની લડતમાં બાપુ અને સરદાર પટેલ સાથે રહીને લડત આપી હતી. દેશમાં આઝાદી બાદ એક સોય પણ બનાવી શકતા ન હતા ત્યાં તેમણે દેશમાં અનેકો ઔદ્યોગિક ક્રાંતિઓ કરીને દેશને પ્રગતિના પંથે લાવ્યા હતા તેમ તેમણે જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

વલસાડ સાયન્સ કોલેજ હોસ્ટેલના રસોઈયા વિરૂધ્ધ આખરે ગુનો દાખલ

ProudOfGujarat

ભરૂચનાં જાણીતા ડૉ.કેતન દોશીનાં પિતાનું અવસાન થતાં પરિવારમાં ભારે શોકની લાગણી…

ProudOfGujarat

ઝઘડીયા તાલુકા આંગણવાડી કર્મચારી સંગઠને પડતર માંગણીઓ બાબતે આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!