ભરૂચ જીલ્લાનાં ખાનગી શાળાઓ દ્વારા હાલ તો લોક ડાઉન હોવા છતાં અને સરકારનો પરિપત્ર છે કે શાળા ખોલવી નહીં, શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી હાલ કોઈ બાકી ફી ની ઉધરાણી કરવી નહીં, શાળામાંથી પુસ્તકો લેવા દબાણ કરવું નહીં, શાળામાં વિદ્યાર્થીઓને બોલાવવા નહીં તેવી સૂચનાઓ આપવામાં આવી છે. તેમ છતાં જીલ્લાની કેટલીક શાળાઓ દ્વારા વાલીઓને એપ્રિલ, મે, જૂન મહિનાની ફી ભરી જવા મેસેજ કરવામાં આવી રહ્યા છે. એટલુ જ નહીં પણ ફોન કરવામાં આવી રહ્યા છે. તે અંગે અગાઉ ભરૂચ જીલ્લા NSUI નાં પ્રમુખ યોગી પટેલ તથા આગેવાનો દ્વારા આ મામલે ભરૂચ જીલ્લા શિક્ષણ અધિકારીને આ મામલે રજૂઆત કરી હતી. તેમ છતાં ભરૂચનાં વડદલા ગામ ખાતે આવેલ કવિન ઓફ એન્જલ સ્કૂલ દ્વારા કેટકાંક દિવસોથી વાલીઓને ફોન કરી પ્રમોશન રીઝલ્ટ લઈ જવાનાં ફોન કરવામાં આવે છે. છ દિવસથી શાળામાંથી પુસ્તકો લેવાની જાણ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં પણ રીઝલ્ટ લેવા આવનાર વિદ્યાર્થીઓનાં વાલીઓને ત્રણ મહિનાની ફી ભરવાની કડક સૂચના આપવામાં આવે છે. એટલુ જ નહીં પણ ફી નહીં ભરનારા વાલીઓનાં બાળકોને રીઝલ્ટ નહીં આપી પ્રમોશન નહીં કરવાનું મૌખિક કહેવામાં આવતાં આ મામલે વાલીઓ દ્વારા ભરૂચ જીલ્લા NSUI ને જાણ કરતાં આજે NSUI નાં જીલ્લા પ્રમુખ યોગી પટેલ, મહામંત્રી નિલરાજ ચાવડા, મહિલા યુથ અગ્રણી જસ્મિન શેખ, જીલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ચેતનાબેન વસાવા અને વાલીઓ શાળા ખાતે પહોંચ્યા હતા. ત્યાં શાળાનાં આચાર્ય સાથે આ મામલે ઉગ્ર રજૂઆતો થઈ હતી. NSUI નાં યોગી પટેલ, ચેતનાબેન વસાવા અને વાલીઓ દ્વારા શાળાનાં આચાર્યને તેઓ સરકારી પરિપત્રનો ઉલ્લંધન કરી રહ્યા હોવાની રજૂઆત કરતાં મામલો ગરમાતા શાળાનાં આચાર્ય દ્વારા પોલીસ બોલાવી હતી. જોકે NSUI અને કોંગ્રેસનાં મહિલા આગેવાન તેમજ વાલીઓની રજૂઆતોને લઈને અંતે શાળાનાં આચાર્ય દ્વ્રારા હાલ તેઓ ફી ની વસૂલાત નહીં કરે રીઝલ્ટ આપશે. વાલીઓ ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ નહીં કરે તેવી ખાત્રી આપતા અંતે મામલો થાળે પડયો હતો. જોકે આ મામલે NSUI નાં પ્રમુખ યોગી પટેલ એ કહ્યું હતું કે શાળાઓની ખોટી ફી ઉધરાણી કહી ચલાવી લેવામાં નહીં આવે અમે આવી ઉધરાણી કરતી શાળાઓ સામે વાલીઓ સાથે મળી લડત લડતા રહીશું તેમ જણાવ્યુ હતું.
ભરૂચનાં વડદલા ખાતે આવેલ કવિન ઓફ એન્જલ સ્કુલમાં રીઝલ્ટ લેવાના બહાને ફી ઉધરાવાતા એન.એસ.યુ.આઈ.નો હોબાળો.
Advertisement