હાલમાં કોરાનાની મહામારી વચ્ચે કોઈ કારણસર ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં હાઇવેનાં માર્ગે ઘણી મોટી સંખ્યામાં શ્રમજીવીઓ માદરે વતન મધ્યપ્રદેશ, રાજસ્થાન, દાહોદ, પંચમહાલ તરફ પગપાળા રવાના થયા છે એ શ્રમજીવીઓ સાથે બાળકો, મહિલાઓ અને વડીલો પણ સાથે છે. લોકડાઉન જાહેર થયું ત્યારથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ માંચ ગામનાં પાટિયા પાસે ભરૂચ પટેલ વેલફેર હોસ્પિટલ ટ્રસ્ટનાં સહયોગથી અને ભરૂચ જિલ્લા પંચાયતના સદસ્ય શકીલભાઈ અકુજીનાં પ્રયત્નોથી ઉપરાંત માંચ અને ઉપરાલી ગામના યુવાનો દ્વારા શ્રમિકોને તેમજ ટ્રક ચાલકોને ઠંડુ પાણી, ફ્રૂડ પેકેટ, પગમાં ચંપલ અને પીવા માટે છાસ, બિસ્કિટ તેમજ ચા, શુદ્ધ અને સ્વાસ્તિક જમવાનું ભર પેટ આપી રહ્યા છે.
લોકડાઉનથી રોજ આશરે ૧૦૦૦ શ્રમજીવીઓ અને ટ્રક ચાલકોની જઠરાગ્નિ ઠારી રહ્યા છે. અહીંના માંચ અને ઉપરાલી ગામનાં યુવાનો આરીફભાઈ પટેલનાં સાથ સહકારથી આજરોજ પવિત્ર તહેવાર ઈદ-ઉલ-ફિત્રનાં દીવસે પણ તહેવારની ઉજવણી ત્યજી
અને છેલ્લા એક માસથી રમજાન માસમાં રોજા રાખીને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ખડે પગે સેવા કાર્ય કરી અને માનવતાની મહેક તમામ એ પ્રસરાવી છે.જે ખરેખર પ્રશંસનીય છે.
ભરૂચ : વેલ્ફેર હોસ્પિટલ ટ્રસ્ટનાં સહયોગથી અને ભરૂચ જિલ્લા પંચાયતનાં સદસ્ય શકીલભાઈ અકુજીનાં પ્રયત્નોથી માદરે વતન જતાં શ્રમિકોને ફૂડ પેકેટ વગેરે વસ્તુઓ આપી હતી.
Advertisement