રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી એસ.આર.કે ના જવાનો પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જેમાં ભરૂચ જિલ્લાનાં વાલીયા તાલુકાનાં રૂપનગર ખાતે રહેતા એસઆરપી જવાનો પૈકી ત્રણ જવાનો અમદાવાદ અને વડોદરામાં ફરજ દરમિયાન કોઈક દર્દીનાં સંપર્કમાં આવતાં તેઓ પણ સંક્રમિત થયા હતા. આ ત્રણેયને વાલિયા ખાતે આરોગ્ય તપાસ બાદ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓની સારવાર બાદ બે એસઆરપી જવાનો સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી હતી. ત્યારે આજે વધુ એક એસઆરપી જવાન જયંતીભાઈ નટવરભાઈનાં એ પણ કોરોના વાયરસને હરાવીને તાજા થતાં તેઓને પણ આજે તાળીઓનાં ગડગડાટ સાથે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હાલ કોસમડી અને અંકલેશ્વર શ્યામ નગરનાં બે દર્દીઓ હજુ પણ સારવારમાં છે. જોકે બે થી ત્રણ દિવસ દરમિયાન જિલ્લામાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી.
ભરૂચ : કોરોનાથી સંક્રમિત થયેલ વધુ એક એસઆરપી જવાન પણ કોરોનાને હરાવીને સાજો થઈ જતા તેને રજા આપવામાં આવી હતી.
Advertisement