રાજ્યમાં કોરોના વાયરસની મહામારીએ લોકોને એક પછી એક સંક્રમિત તથા લોકોની સેવા કરવા માટે આજે અનેક લોકો પોતાના જીવના જોખમે સેવા આપી રહ્યા છે ત્યારે કોરોના જેવી ચેપી મહામારી સામે સતત લડતા તબીબો નર્સ ભાઇ-બહેનની સેવા અને સાહસ અને તેમનું સમર્પણ ખરેખર કાબિલે દાદ માંગી લે છે. આવી જ એક તબીબ કે જેનું નામ છે ડોક્ટર ચાર્મી આહીર એ હાલ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં કોરાના સંક્રમિત લોકોની સારવાર કરી રહી છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યું કે ડોક્ટર ચાર્મી આહિર સમાજનું ગૌરવ વધાર્યું છે કેમ કે તેમના સમાજમાંથી ઘણા ઓછા લોકો તબીબી ક્ષેત્રે જોડાયેલા હોય છે. આમ તો ડોક્ટર ચાર્મી વિશે વાત કરવામાં આવે તો તેઓના પિતા ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં એ.એસ.આઇ સોનુભાઈ આહીર ફરજ નિભાવી રહ્યા છે. હાલ પિતા પણ પોલીસ મથક સહિત પોતાની પોલીસની ફરજ નિભાવી અને સમાજ માટે લોકો માટે ખડે પગે ઊભા રહે છે તો બીજી તરફ પુત્રી ડોક્ટર ચાર્મી પણ કોરોના સંક્રમિત દર્દીઓની સેવા અને તેમને સારા કરવા માટેના તમામ પ્રયત્નોમાં લાગી ગયા છે અને સમાજ પ્રત્યે પોતાનું ઋણ અદા કરી રહ્યા છે. આમ પિતા અને પુત્રી બંને જણા સમાજ માટે પોતાની સેવા અને સમર્પણ આપી સમાજનું નામ રોશન કરી રહ્યા છે. પિતા પુત્રીનાં આ સમર્પણને પ્રાઉડ ઓફ ગુજરાત ટીમ અભિનંદન પાઠવે છે.
હાલ કોરોના વાઇરસની મહામારી વચ્ચે પિતા અને પુત્રીની સમાજ પ્રત્યેની સેવા બદલ પ્રાઉડ ઓફ ગુજરાત ટીમ અભિનંદન પાઠવે છે જાણો વધુ.
Advertisement