ભરૂચ જીલ્લા કોંગ્રેસનાં પ્રમુખનાં ભાઈ કિરણ સિંહ રણા કે જેઓ અમલેશ્વર ગામમાં રહે છે તેમના ઘરને તસ્કરોએ રાત્રિ દરમ્યાન નિશાન બનાવ્યું હતું. તસ્કરો એ પરિમલ રણાનાં ભાઈનાં ઘરમાં પ્રવેશ કરીને તિજોરીઓનાં તાળાં તોડી નાંખીને અંદર મુકેલાં સોના-ચાંદીના દાગીના લગભગ આશરે 25 તોલા તેમજ રોકડા રૂપિયા એક લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તસ્કરોની ચોરીની હરકત કેમેરામાં કેદ થઈ હતી. બનાવ અંગે ભરૂચ તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ સ્ટાફનાં માણસો અને પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા. તેમણે CCTV ફૂટેજનાં આધારે તસ્કરોની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.
Advertisement