મુસ્લિમ સમાજનો અતિ મહત્વનો ગણાતો રમજાન માસ દરમિયાન મુસ્લિમ બિરાદરો દ્વારા દિવસ દરમિયાન રોજા રાખીને અલ્લાહની ઈબાદત કરવામાં આવે છે. દરેક મુસ્લિમ એ રોજો રાખવો ફરજીયાત છે જેને લઇને મુસ્લિમ બિરાદરો સવારે શહેરી કરી ૧૪ થી ૧૫ કલાક સુધી ભૂખ્યા તરસ્યા રહીને રોજા રાખે છે. જેમાં બાળકો, યુવાનો અને વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે. ભરૂચનાં મકતમપુર ગામે રાહત એ રસુલએ સ્ટેટમાં રહેતી આઠ વર્ષની બાળા સોફિયા વાહીદ મશહદી આવી આકરી ગરમી અને તાપ પૂરેપૂરા રોજા રાખી સમગ્ર દિવસ દરમિયાન અલ્લાહની ઇબાદત કરી હતી અને દુવાઓ કરી હતી કે દુનિયામાં આવેલી આ મહામારી વહેલી તકે દૂર થાય અને દેશમાં ભાઈચારો બની રહે એવી દુવાઓ ગુજારી હતી.
Advertisement