દુનિયાભરમાં ફેલાવી મહામારી એવી કોરોના વાયરસનાં કારણે લાખો લોકોના મોત દુનિયામાં થયા છે અને લાખો લોકો સંક્રમિત થયા છે. ત્યારે ભારત દેશમાં અને તેમાં ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાયરસથી સંક્રમિત થતા લોકોની સંખ્યા વધી રહી છે. ત્યારે કોરોના વાયરસની આ મહામારી સામે તબીબો નર્સ પોલીસ કર્મચારીઓ પોલીસ અધિકારીઓ 108 ની ટીમ તેમજ સફાઈ કર્મચારીઓ રાતદિવસ ખડે પગે કોરોના વોરિયર બનીને લડી રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ અસંખ્ય લોકોની સારવાર કરી છે અને તેમાં પણ 108 ની ટીમ અને પોલીસ કર્મચારીઓ નર્સ દ્વારા પોતાના જીવના જોખમે પણ કોરોના સંક્રમિત લોકોની સારવાર કરી રહ્યા છે. પોલીસ તંત્ર લોકોને લોક ડાઉનનાં નિયમોનું પાલન કરી સંક્રમણથી દૂર કરી રહ્યા છીએ ત્યારે આજરોજ ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મુઝમ્મીલ પાર્કમાં રહેતા મુસ્લિમ બિરાદરોએ ઈદના મહાપર્વ નિમિત્તે એક અનોખી મિશાલ કાયમ કરી છે તેઓ દ્વારા નર્સ બહેનો પોલીસ કર્મચારીઓ અને ૧૦૮ ની ટીમનાં કર્મચારીઓને આજરોજ પોતાની સોસાયટીમાં બોલાવીને તાળીઓનાં ગડગડાટ તેમજ ફૂલોની વર્ષા કરીને તેમનું સન્માન કર્યું હતું તેમની આ ફરજને સલામ કરી હતી અને આ લોકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો.
ભરૂચ શહેરમાં આવેલ મુઝમ્મીલ પાર્કમાં રહેતા મુસ્લિમ બિરાદરોએ ઈદનાં દિવસે કોરોના વાયરસની મહામારી સામે લડતાં કોરોના વોરિયર એવા 108 નાં કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ પર ફૂલોની વર્ષા કરી સન્માન કર્યું હતું.
Advertisement