ભૂતકાળમાં જ્યારે હવામાન ખાતા ના સાધનો કે હવામાન ખાતું ન હતું ત્યારે ખેડૂતો દ્વારા પક્ષી અને પશુઓના ચોમાસા પહેલા અમુક લક્ષણો જાહેર કરવામાં આવતા હતા તેના ઉપરથી ખેડૂતો અંદાજ લગાવીને ખેતરમાં ખેડાણ અને રોપણી કરતાં હતા ત્યારે એવું કહેવાય છે કે કુદરતના સંકેતો આપતી પક્ષીઓ ની અમુક જાત ના અમુક લક્ષણોથી અંદાજ લગાવી દેવામાં આવતો હતો કે આ વખતે વરસાદ કે અન્ય ઋતુમાં કેવું વાતાવરણ રહેશે તેમની માન્યતા હતી જેમાં ટીટોડી નામનું પક્ષી જેટલા ઇંડા મૂકે કેટલા મહિના સુધી વરસાદ સારો જશે તેવી માન્યતા છે ત્યારે ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં નગરસેવકના ઘરની ખુલ્લી જગ્યામાં ઇન્ડિયા ચાર જેટલા ઈંડા મુકતા લોકો એવો અંદાજ લગાવી રહ્યા છે કે આ વર્ષે ચાર મહિના વરસાદ સારો પડશે જોકે આ એક માન્યતા છે હજુ સુધી હવામાન ખાતા દ્વારા આ વખતે મોસમનો કેવો વરસાદ રહેશે તેની વિગતો જાહેર કરી નથી.
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં ટીટોડી ચાર ઈંડા મૂકતા આ વખતે વરસાદ જિલ્લામાં સારો પડે તેવી માન્યતા માનતા લોકો કહી રહ્યા છે.
Advertisement