છેલ્લા 50 વર્ષ થી હિન્દૂ-મુસ્લિમ પરિવાર એકજ ઘર માં રહે છે સાથે આજે વિશ્વ ફ્રેન્ડશિપ ડે ઉજવી રહ્યું છે ત્યારે આવો એક મિત્રતા ની એવી ગાથા સાંભળીએ જેને લઈ તમામ ભારતીયો ગર્વ અનુભવે,એક હિન્દૂ અને મુસ્લિમ પરિવાર છેલ્લા 50 વર્ષ થી એકજ ઘર માં સુખે થી અને આનંદ થી જીવન વિતાવી રહ્યું છે
: ભરૂચ માં એક 12 વ્યક્તિ નું પરિવાર જેમાં 6 મુસ્લિમ અને 6 હિન્દૂ લોકો છેલ્લા 50 વર્ષ થી એકજ ઘર માં રહે છે
વાત છે માલી પરિવાર ની તો ભરૂચ માં એક વ્યક્તિ નામે મહંમદ માલી અને રમણ માલી 50 વર્ષ અગાઉ એક ફૂલો ના વ્યાપાર માં સાથે જોડાયા હતા અને આગળ જતાં વિશ્વાસ,અને પ્રેમ ના તાંતણા એટલા મજબૂત થઈ ગયા કે એ બંને મિત્ર ને એક બીજા થી અલગ થવું મંજુર ન થયું અને તેઓ એ એક સાથે જીવન વ્યતીત કરવાનું નક્કી કર્યું,સમય વધતો ગયો અને બંને મિત્રો એ એક ઘર લઈ અને મહંમદ ભાઈ ના લગ્ન મુમતાજ બેન સાથે થયા અને એમને 4 દીકરી છે જ્યારે રમન ભાઈ ના લગ્ન રમીલા બેન સાથે થયા જેમનો 1 પુત્ર 3 દીકરીઓ છે આમ આ પરિવાર એક સાથે રહેવા લાગ્યો આજે 50 વર્ષ થયાં એ ઘરમાં એક મંદિર છે જ્યાં હિન્દૂ પરિવાર પૂજા અર્ચના કરે જ્યારે એક મુસ્લિમ પરિવાર નમાજ પઢે છે,અને ખાસ અને અનોખી વાત તો એ છે કે મુસ્લિમ પરિવાર ગીતા બાબતે બધું જાણે છે અને હિન્દૂ પરિવાર કુરાન બાબતે જ્ઞાન ધરાવે છે
એક વાત ચોક્કસ થી કહી શકાય કે સાચો ભારત દેશ શોધવો હોય તો ભરૂચ ના માલી પરિવાર માજ મળશે